કપરાડ: કપરાડા તાલુકામાં દિન પ્રતિ દિન આપઘાત અને હત્યાના બનાવો વધી રહ્યા છે. તેવા સમયમાં ફરી એકવાર મંગળવારના રોજ નાનાપોંઢા મસ્જિદ ફળિયા પાછળ એક 19 વર્ષના યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંનો બનાવ બન્યો છે. નાનાપોંઢા સ્થિત મસ્જીદ ફળિયામાં આવેલા નાસિર ગુલામ શેખની ચાલીમાંરહેતા 19 વર્ષીય સુમિત ભરતસિંહ રાજપૂત તેમના પરિવાર સાથે રહેતો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ એમના મમ્મી અને ભાઈ વતન યુપી હોળી તહેવાર વખતે જતા રહ્યા હતા. હાલમાં સુમિત એના પપ્પા સાથે રૂમ પર રહેતો હતો અને પપ્પાના શાકભાજીના ધંધામાં મદદ કરતો હતો. સુમિતે હોળીમાં આઈક્યુ કંપનીનો મોબાઇલ હપ્તા પર લીધો હતો જે ફોનના હપ્તા રોકડમાં જમા કરાવતો હતો. પરંતુ છેલ્લા ત્રણેક હપ્તા ભરવામાં ચૂકી ગયો જેના કારણે આર્થિક ભીંસના લીધે નાસી પાસ થઈ ગયો હતો. લોનના હપ્તા ભરવાના ટેન્સનમાં મંગળવારે વહેલી સવારે પોતાના રૂમમાં સાડી વડે ફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી.
જે અંગેની જાણ પિતાને થતા તેઓએ નાનાપોંઢા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી લાશને પીએમ અર્થે નાનાપોંઢા સીએચસી ખાતે ખસેડવામાં આવી હતી. મૃતકના પિતા ભરતસિંહ રાજપૂતે જણાવાયા મુજબ સુમિત ત્રણ દિવસથી કામ પર પણ ગયો ન હતો. મંગળવાર સવારે રૂમની અંદર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. નાનાપોઢા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

