નર્મદા: ગરુડેશ્વર તાલુકાના ચીચડીયા ગામના બસ સ્ટેન્ડ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં 48 વર્ષીય અરવિંદભાઈ રેવાભાઈ ભીલનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એકતાનગર ટ્રાફિક પોલીસે વિપુલ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ધીરજકુમાર અરવિંદભાઈ ભીલની ફરિયાદ પ્રમાણે નાંદોદ તાલુકાના જીતનગર ગામના વિપુલ અશોકભાઈ વસાવાએ પોતાની મોટરસાયકલ પૂર-ઝડપે હંકારી હતી. તેણે અરવિંદભાઈની બાઈકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં અરવિંદભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. નર્મદા જિલ્લા પોલીસે રવિવાર-સોમવાર દરમિયાન વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું.
હાલમાં રાજપીપળા, તિલકવાડા, એકતાનગર, સલામતી દેડિયાપાડા અને સાગબારા પોલીસે કુલ 17 વાહનચાલકોને નશાની હાલતમાં વાહન ચલાવતા પકડયા હતા. આ તમામ વાહનચાલકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

