સોનગઢ: મોરારી બાપુએ કહ્યું કે હું ભિક્ષા ના બહાને ગામડે ગામડે ફરુ છું. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં સરકારી શાળાની ભયાનક સ્થિતિ છે. વતાળ પ્રવૃતિ વધુ થઈ રહી છે. ગ્રામીણ વિસ્તારમાં શાળાના બાળકોને સેલવાસ અને દમણની શાળામાં ફ્રી શિક્ષણ આપવાનાં બહાને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. આ માટે ઉદ્યોગપતિઓને શાળા સ્થાપવા માટે હું આહવાન કરીશ.
આ બાબતને લઈને આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, તાપી જિલ્લામાં મોરારી બાપુનું કથા દરમિયાન આદિવાસી શિક્ષકો ધર્માંતરણ કરાવે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધરર્માંતરણ મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવની પ્રતિક્રિયા આપી હતી. આદિવાસી શિક્ષકો ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ કરે છે એવા આક્ષેપ ને હું વખોડું છું. લોકોને ખ્રિસ્તી ધર્મ પાડવા માટે દબાણ કરવામાં આવે છે તે વાત ખોટી છે. આ મામલે અમારી પાસે એવી કોઈ ફરિયાદ આવી નથી. મોરારી બાપુ પાસે એના પુરાવા હોય તો તે જાહેર કરે.
જો ભારતીય જનતા પાર્ટી એવું માનતી હોય કે ક્રિસ્તી ધર્મમાં ગયેલા લોકોના લાભો દૂર કરવામાં આવે તો તેના બે ધારાસભ્ય છે તેનાથી તે શરૂઆત કરે. ખ્રિસ્તી ધર્મમાં ગયેલા લોકોના લાભો દૂર કરવાની ભારતીય જનતા પાર્ટી વાત કરે છે. ભાજપના મોહન ભાઈ કોકણી, રિતેશ વસાવા ને મળતા લાભો પણ દૂર કરી આ બે ધારાસભ્ય થી શરૂઆત કરવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં ક્રિસ્તી ધર્મ પાડવા માટે કોઈ પણ પ્રકારનો દબાણ કરવામાં નથી આવતું તેવું હું માનું છું. મોરારી બાપુના આ નિવેદન થી આવનારા સમયમાં હિન્દુ મુસ્લિમ, ક્રિસ્તી વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો થાય તેવી ભીતિ અમને દેખાઈ રહી છે.

