ખેરગામ: ખેરગામ તાલુકાના વાવ ગામે ગોડાઉન ફળિયામાં રહેતા પશુપાલકને ત્યાં બાંધેલા પશુઓ પાસે રાત્રિના 9 વગાયના સમયે દીપડો આવી પહોંચતા વાછરડી ઉપર હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. આ મામલે સ્થાનિકોએ સરપંચને જાણ કરતા અને સરપંચે વન વિભાગને જાણ કરીતા સોમવારે પાંજરું ગોઠવાયું હતું. ખેરગામ તાલુકામા દીપડાની દહેશતના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
થોડા કરતા અને સરપંચે વન વિભાગને જાણ કરીતા પાંજરું ગોઠવાયું હતું. ખેરગામ તાલુકામા દીપડાની દહેશતના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા કાકડવેરી ગામમાં દીપડો લોકોની સામે આવી ગયો હતો.ખેરગામના વાવ ગામે પશુપાલક ચંદ્રકાન્ત છોટુભાઈ પટેલે ઘરની પાછળના ભાગે પશુઓ રાખ્યા હતા.Decision News ને મળેલી માહિતી મુજબ રાત્રિ 9 વાગ્યાના સમયે તેમણે બાંધેલા પશુઓ પાસે આવી દીપડાએ વાછરડી ઉપર હુમલો કરી દીધો હતો. જેમાં વાછરડીનું મોત નિપજ્યું હતું.
આ ઘટના બાદ સતત બીજા દિવસે રવિવારે પણ દીપડો રાત્રિના સમયે ફરી આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાત્રિના સમયે લોકોએ ઉજાગરા કરવાની નોબત આવી હતી. આ બાબતે ફળિયાના સ્થાનિકોએ ગામના સરપંચ બિનનીબેન પટેલને જાણ કરતા તેમણે વન વિભાગમાં સમગ્ર ઘટનાની હકીકત જણાવતા વન વિભાગે દીપડાને પૂરવા પાંજરું ગોઠવ્યું હતું.બે દિવસથી દીપડો સતત આવે છે. બાજુમાં રહેતા અમારા કુંટુંબી ચંદ્રકાંતભાઈને ત્યાં દીપડાએ વાછરડીનો શિકાર કર્યો અને બીજા જ દિવસે રાત્રે પાછો આવતા ઘરના દરવાજા બંધ કરી દેવા પડયા હતા. શેરડી કરી હોય ત્યારે રાત્રિના સમયે ખેતરમાં પાણી મુકવા જવું પડતું હોય આવી ઘટનાથી ખેતરમાં જવામાં પણ ડર લાગે છે.

