સુરત: સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે ઝેર પી જીવન ટૂંકાવી લીધું હતું. ઓનલાઈન ગેમ રમવાની પરિવારે ના પાડતા અને તામસી સ્વભાવના કારણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર મોટા વરાછા સંસ્કાર તીર્થ સ્કૂલની બાજુમાં શાંતિનીકેતન ફ્લોરા ખાતે રહેતા 33 વર્ષીય આકાશભાઈ બાબુલાલ ભલાણી ખાનગી સ્કૂલમાં એચઆર ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. તેમને ઓન લાઈન ગેમ રમવાની લત હતી અને તામસી સ્વભાવના હતા. પરિવારના સભ્યો તેમને ગેમ રમવાની ના પાડી સમજાવતા હતા. પરંતુ તેઓ સમજતા ન હતા અને પોતાનું ધાર્યું જ કરતા હતા.

રવિવારે સાંજે તેમણે પોતાના ઘરે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. પરિવાર ગેમ રમવાની ના પાડતા તેમજ તામસી સ્વભાવના કારણે તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બનાવ અંગે ઉતરાણ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here