ચીખલી: અકસ્માતની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ જાહેરાત આપનાર અમદાવાદના શિલ્પાલય એપાર્ટમેન્ટ વાસણ તા.જી. અમદાવાદ ખાતે રહેતા કેતન જશવંતલાલ શાહ (ઉ.વ-57) 22 માર્ચ 2025ના રોજ હોંડા અમેઝ કાર નં:જીજે-01- ડબ્લ્યુઆર -0939માં અલ્કેશ ચંદ્રકાન્ત શાહ, નમન પંકજભાઇ મહેતા સાથે સુરત કામ પતાવી ચીખલીના આલીપોર સ્થિત જૈન દેરાસરમાં રાત્રી રોકાણ કરવા માટે જઇ રહ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ સવા દસેક વાગ્યાના સમયે આલીપોર વસુધારા ડેરી સ્થિત હાઇવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર આવતા સામેથી આવી રહેલી એક વેગેનાર કાર નં:જીજે-15-સીજે-5448 એ ટક્કર મારતા ત્રણેય લોકો બહાર નીકળી આવ્યા હતા.અકસ્માત થયા બાદ અચાનક આગ ફાટી નીકળી.

જોત જોતામાં વેગેનાર કારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જવાળામાં અમેઝ કાર પણ અડફતે આવી જતા બન્ને કારમાં આગ લાગી હતી. જોકે ફાયર ફાયર આવે તે પૂર્વે બન્ને કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ જવા પામી હતી. જોકે અકસ્માત થતા બન્ને કારના ચાલકો અને કારમાં બેસેલ લોકો બહાર હોય અને આગ લાગતા સદનસીબે કોઈ દુર્ઘટના થવા પામી ન હતી. બનાવ અંગેની તપાસ ચીખલી પોલીસ મથકના એએસઆઇ-ભાવેશ બીપીનચંદ્ર કરી રહ્યા છે.