સુરત: હાલમાં સુરત મહાનગરપાલિકામાં આપમાંથી ચૂંટણી જીતેલા એક કોર્પોરેટરે ટેમ્પરરી સ્ટ્રકચર તોડવાની ધમકી આપીને પૈસા પડાવ્યાની ફરિયાદ બાદ તેની ધરપકડ થઈ છે. આ પહેલા આપના બે કોર્પોરેટરો 10 લાખ રૂપિયાની લાંચ કેસમાં ઝડપાયા હતા. વર્ષ 2018થી અત્યાર સુધીમાં કોર્પોરેટરો કે તેમના સંબંધી મળી કુલ 9 સામે લાંચ લેવાના કેસ નોંધાયા છે.
સુરતમાં હાલમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે તોડ કરવાની ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.Decision News ને મળેલી માહિતી મુજબ હાલમાં સુરતમાં આપમાંથી ચૂંટણી જીતેલા રાજેશ મોરડિયા સામે તોડની ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ થઈ છે. આ પહેલાં 2018થી 2025ની વચ્ચે અનેક કોર્પોરેટરોએ ગેરકાયદે બાંધકામ, કોન્ટ્રાક્ટર કે અન્ય કામગીરી માટે લાંચ લીધી હોવાની ફરિયાદ છે. પરંતુ હેરાનગતિના ડરથી લોકો કે કોન્ટ્રાક્ટરો ફરિયાદ કરતા ન હતા.
હાલમાં રાજેશ મોરડિયાની ધરપકડ બાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અનેક કોર્પોરેટરો અને પદાધિકારીઓ સામે લાંચના આક્ષેપ થયાં છે. જેથી તેમના જીવ પણ ઉચાટે છે. જો કોઈ ફરિયાદ કરે તો તેમની પણ ધરપકડ થાય તેવી શક્યતા હોવાથી લાંચ લીધી છે, પરંતુ ફરિયાદ થઈ નથી અને પકડાયા નથી.સુરત જ નહી પરંતુ ગુજરાતમાં લાંચના અનેક કિસ્સા બને છે તેમાં સુરતમાં રાજકારણી લાંચ લેતા ઝડપાયા હોય તેવો પહેલો મોટો કિસ્સો 2001માં બન્યો હતો. આ સમયે સુડા ચેરમેન અરવિંદ ગોદીવાલા 5 લાખ રૂપિયાના લાંયના છટકામાં પકડાયા હતા. ત્યારબાદ ભાજપના સિનિયર કોર્પોરેટર વિણા જોશી પણ લાંચ કેસમાં ઝડપાયા હતા.

