ગુજરાત: બે દિવસ પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગોપાલ રાયના નામના ભાડૂતી ગુજરાત આપના પ્રભારી તરીકે નિમણુક કેમ કરી દેવામાં આવી.. કેમ ગુજરાતમાં ચૈતર વસાવા, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા જેવા લીડરોને ઇગનોર કરી દેવામાં આવ્યા.

દિલ્લીમાં કારમી હાર મેળવ્યા બાદ આપ (AAP) પાર્ટી હવે એક્શનમાં આવી છે અને પાર્ટીમાં અનેક મોટા ફેરફાર કરી રહી છે ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રભારી તરીકે આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી ગોપાલ રાયની નિયુક્તિ કરવામાં આવી છે. તેમજ સહ પ્રભારી તરીકે દુર્ગેશ પાઠકજીની નિયુક્તિ કરવામાં આવી છે. શું વર્તમાન સ્મયમાં AAP પર જે નેતાના કારણે લોકો વિશ્વાસ કરવા લાગ્યા છે એવા આદિવાસી નેતા ચૈતર વસાવાને આવી રીતે સાઇટ કરવું યોગ્ય છે ? આદિવાસી લોકો અરવિંદ કેજરીવાલ પૂછી રહ્યા છે કે શું આમ આદમી પાર્ટી પણ બ્રાહ્મણ હિતેચ્છુ પાર્ટી છે આદિવાસી હિતેચ્છુ નથી.

આજે આહવા ખાતે લોકરિવ્યુ લેવાનું થયું.. ત્યારે લોકો પાસેથી જણાવા મળ્યું.. AAP ની ગુજરાતમાં દીવા દાંડી સ્વરૂપ ચૈતર વસાવાને ગુજરાતનાં આપના પ્રભારી કેમ નહીં બનાવાયા.. આયાતી નેતા કેમ ? આદિવાસી નેતાઓ કે લીડરો પાર્ટી માટે વફાદાર રહીને રાત દિવસ દોડીને કામ કરતાં નજરે પડે છે પણ પાટીમાં  મોટા પદ આપવાની વાત આવે ત્યારે આયાતી નેતાઓને તૈયાર થાળ ધરી દેવામાં આવતો હોય છે આવું કેમ ? શું આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં ગુજરાતની આપ પાર્ટીનો એવો ચેહરો નથી જેના પર લોકો વિશ્વાસ કરી શકે ? આજે લાખો આદિવાસી અને બીજા સમાજના લોકો ચૈતર વસાવા પર વિશ્વાસ કરતો થયો છે ત્યારે આ પાઠકને અહી ગ્રામીણ વિસ્તારોમાં કોણ ઓળખે છે.. શું ગોપાલ રાયને જોય ને આદિવાસી લોકો મતો આપશે કે ચૈતર વસાવાને જોઈને ?  સમજ નહીં પડતી આ બધુ કોણ કરે છે ? કોણ કરાવે છે ? અને કેમ ?