નવસારી: જલાલપોર તાલુકાના મરોલી રોડ પર ક્લિનિક ધરાવતા MBBS ડોક્ટર ચેતન મોંઘાભાઈ મહેતા સાથે સાયબર ઠગાઈનો કિસ્સો બન્યો છે. ઓનલાઈન ઠગાઇ કરનારાએ વોટ્સએપ વીડિયો કૉલ કરી પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર પોલીસના નામે વીડિયો કૉલ કરી નવસારીના ડોક્ટર પાસેથી 6 લાખ પડાવ્યાં હતા. ડૉ. મહેતાને જણાવ્યું કે, તેમના આધાર કાર્ડથી નાસિકની કેનેરા બેંકમાં ફ્રોડ ખાતું ખોલવામાં આવ્યું છે. આ ખાતા દ્વારા ફ્રોડ થયું હોવાથી તેમની સામે ફરિયાદ નોંધાઈ છે અને એરેસ્ટ વૉરંટ બહાર પાડવામાં આવ્યું છે.

ગઠિયાએ ધમકી આપી કે, જો તેઓ તાત્કાલિક નાસિક હાજર નહીં થાય તો કેસ CID ક્રાઈમને સોંપવામાં આવશે. કેસમાંથી બચવા માટે બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવા પડશે તેવું કહી ડૉ. મહેતા પાસેથી બે અલગ-અલગ એકાઉન્ટમાં કુલ 6 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે ડૉ. મહેતાએ મરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here