જંબુસર: ભરૂચના કવિથા ગામની આત્મહત્યા માટે દુષપ્રેરિતની ઘટના બાદ ગતરોજ આ બીજી આત્મહત્યા માટે પ્રેરિત કરવાની આ બીજી ઘટના સામે આવી છે છે જ્યાં જંબુસર તાલુકાના ધરમપુર બોજારા ગામના આદિવાસી સમાજના યુવાનને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા માટેની ઘટનામાં ભાજપના આગેવાનોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે, ગઈકાલે અક્ષય વસાવા દ્વારા કરવામાં આવેલા આત્મહત્યાના પ્રયાસ બાદ તેમની સ્થિતિ ગંભીર છે અને તેમને જંબુસરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના ધરમપુર બોજારા ગામ ના આદિવાસી યુવાન અક્ષય વસાવાને BJP ના જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ ભોલાભાઈ પટેલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવામાં આવતા આજે તેમને ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનેલ ઘટના વડું પોલીસ મથક કે જે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની હદ્દમાં આવતો હોય, જેથી અક્ષય વસાવાના પરિવારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા તેમજ માનસિક ત્રાસ આપવા માટેની ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલમાં જલ્દી FIR દાખલ કરે અને આ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનાં ઘટનામાં સંડોવાયેલા ભોલાભાઈ, કલ્પેશભાઈ અને અન્ય આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનારા પોલીસ માં ફરજ બજાવતા પોલીસકર્મી સામે કાર્યવાહી કરી ધરપકડ થાય તેવી તેમને માંગ કરી છે.

આ ઘટના બાબતે આદિવાસી સમાજના સામાજિક કાર્યકર ધનરાજ દલપતસિંહ વસાવા એ અક્ષય વસાવા અને તેમના પરિજનો સાથે મુલાકાત કરી અને તેમના પિતા અને કુટુંબીજનો સાથે યુવા આદિવાસી નેતા ધનરાજ વસાવા દ્વારા માશર રોડ પોલીસ સ્ટેશન, પાદરા ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ધરણા શરૂ કરવામાં આવ્યા છે.તેમ છતાં, ભાજપના આગેવાનની સંડોવણી હોવાના કારણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આનાકાની કરી રહી છે. આ પ્રકરણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા વડોદરાના પોલીસ અધિક્ષકને ટેલિફોનિક રજૂઆત કરીને તાત્કાલિક અને કાયદેસર કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી તેમજ DGP ને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભરૂચના કવિથા ગામની ઘટના બાદ આ બીજી ઘટના છે જ્યાં આદિવાસી સમાજના યુવાનને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ભાજપના આગેવાનોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે, તેમ છતાં આદિવાસી સમાજ ના ભાજપના આગેવાનો, સાંસદો અને ધારાસભ્યો આ મુદ્દે મૌન ધારણ કરી બેઠા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે જો તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે, તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને આદિવાસી સમાજે ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here