ધરમપુર: ગતરોજ આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરી લોકોને પાણીના મહત્વ અને તેના સંરક્ષણ વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આજકાલ શહેરોમાં લોકો આરઓનું પાણી પી ને પોતાના સ્વાસ્થ્ય સારું કરવાનો ઉપાય અજમાવી રહ્યા છે પણ અસલમા તમે સતત RO નું પાણી પીતા હોવ તો તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે.

લોકો RO નો ઉપયોગ કરે છે પણ હકીકતમાં RO પાણીમાં રહેલા ઘણા જરૂરી ખનિજોને પણ ખતમ થઈ ગયેલા હોય છે. તેના કારણે RO નું પાણી પીવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. જેમાં સૌથી મોટી હાર્ટ એટેક અને હાર્ટ પેઈન જેવી ઘણી હાર્ટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે.

RO પાણીથી એનિમિયા થઈ શકે છે

ROનું પાણી પીવામાં સારું લાગે છે, પરંતુ RO નું પાણી શરીરમાં એનિમિયાનું કારણ બની શકે છે. જેના કારણે આપણા શરીરમાં ધીરે ધીરે નબળાઈ અને થાકની સમસ્યા વધવા લાગે છે. લોહીની ઉણપથી આપણા શરીરમાં બીજી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. RO પાણીના નિયમિત સેવનથી શરીરમાં વિટામિન B12 ની ઉણપ થઈ શકે છે. વિટામિન B12 આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી છે. તેની ઉણપથી થાક, નબળાઈ, ચક્કર અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

બ્લડ પ્રેશરને પણ અસર કરે છે

RO પાણીમાં આવશ્યક ખનિજોનો અભાવ હોય છે, જે શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને ખલેલ પહોંચાડે છે. આ અસંતુલન બ્લડ પ્રેશર વધારી શકે છે. જેના કારણે બેચેની અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

ગર્ભાવસ્થામાં RO નું પાણી પીવું બની શકે છે ખતરનાક

ગર્ભાવસ્થામાં માતા અને બાળક બંનેના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. તેવામાં ગર્ભાવસ્થામાં RO નું પાણી ઘણા પ્રકારની સમસ્યા ઉભી કરી શકે છે. જેનાથી ગર્ભવસ્થામાં સમસ્યા આવી શકે છે. તેથી પાણીને ઉકાળીને પીવું જોઈએ.

WHO એ પણ આપી હતી ચેતવણી

થોડા સમય પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ RO ના વધુ ઉપયોગને લઈને ચેતવણી આપી હતી. એક રિપોર્ટમાં WHO એ RO ના વધુ ઉપયોગથી થનારા નુકસાન વિશે પણ ચેતવ્યા હતા. ઘણા ડોક્ટર ફિલ્ટ બાદ પાણીને ઉકાળી પીવાની સલાહ આપે છે.