ચીખલી: ગતરોજ ચિખલી તાલુકાનાં આલીપોર વિસ્તારમાં વસુધરા ડેરી નજીક બે કાર વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બનવા પામી હતી। જેમાં બંને વાહનોમાં લાગી આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર ઘાયલ થયો હતો. આ આગ પર ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવ્યો.

Decision news ને મળેલી જાણકારી મુજબ ચીખલી તાલુકાના આલીપોર ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક પરિવાર જૈન દેરાસરમાં દર્શન કરવા જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં બે કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બને વાહનોમાં આગ લાગી ગઈ હતી. આગની ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ઘટનાની જાણ થતાં ચીખલી ફાયર વિભાગની ટીમ તુરંત જ સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં બને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.