ઝઘડિયા: ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનુ લિસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ 100 કલાકની અંદર કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ, તેના અનુસંધાને ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડ દ્વારા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં રહેતા હતા.

અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી,જે મુજબ તલોદરા ગામ ખાતે રહેતા વિમલભાઇ ઉર્ફે નિર્મલભાઇ અશોકભાઇ વસાવાએ ઝઘડિયા જીઆઇડીસીમાં ગેરકાયદેસર દબાણ કરી દુકાન(ગલ્લો) બાંધીને તેમાં દેશી દારૂનું વેચાણ કરતા પકડાયેલ, જેથી પ્રોહીબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ દ્વારા જીઆઇડીસી નોટીફાઇડ ટીમ સાથે મળીને સદર દબાણ દુર કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી અનુસાર સતનામ ઉર્ફે ધમો નારસિંગભાઇ વસાવા રહે. વાલિયા જિ.ભરૂચનાની હાઇવા ગાડી જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં આવેલ ન્યુ આરતી કંપની સામે જાહેર રોડ ઉપર માણસોની અવરજવર અને ભીડભાડવાળી જગ્યામાં ટ્રાફિકને અડચણ થાય તેમ રાખેલ હોવાથી, તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here