ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલીયા ખાતેખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવનિર્મિત ઓફિસ બિલ્ડીંગ, ઓકશન શેડ તથા શોપ કમ ગોડાઉન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ દિપ પ્રાગટય કરી અને રીબીન કાપી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ આ યોજાયેલ ઉદ્ઘાટન અને લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ઝઘડિયા-વાલિયા મત વિસ્તારના ધારાસભ્યશ્રી રિતેશભાઈ વસાવા, વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, પૂર્વ રાજ્યસભા સાંસદશ્રી ભરતસિંહ પરમાર.

તથા પૂર્વ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) વાલીયા ચેરમેનશ્રી યોગેન્દ્રસિંહ, વાલીયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સેવન્તુ વસાવા સહકારી આગેવાનશ્રી બળવંતસિંહ સહિતના ભાજપ સંગઠનના પદાધિકારીશ્રીઓ, સહકાર ક્ષેત્રના આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં વાલિયા તથા આસપાસના ગામોના ખેડૂતો તેમજ વાલીયાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here