ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં મોટીઢોલડુંગરી ગામની દીકરી કરીના બેન મુકેશભાઈ પટેલનુ કરંજવેરી ગામે ડેરીના સામેના પુલ પર રેલિંગ ન હોવાને કારણે નેશનલ 56 ના અધિકારીઓની બેદરકારીના કારણે અકસ્માતનો ભોગ બની મૃત્યુ પામી હોવાની ઘટના બનવા પામી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ એમની માતા સાથે શેરીમાળ જઇ રહ્યા હતા જ્યાં રોડ સાઈડ પુલ પર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પુલ નીચે ગાડી સાથે પડી જતા દીકરીનુ મૃત્યુ પામ્યું છે અને માતાને ગંભીર હાલતમાં રાજચંદ્ર ખાતે એડમિટ કરેલ છે. નેશનલ હાઇવેના અધિકારીઓની બેદરકારીને કારણે અનેક લોકોએ જીવ ગુમવ્યા છે આવનાર દિવસમાં આ નેશનલ 56 ના લગતા અધિકારી પર કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવી તો રસ્તારોકો આંદોલન કરવાની ફરજ પડશે.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે વહીવટીતંત્રની ભૂલે આજે ગરીબ અને નિર્દોષ દીકરીએ જીવ ખોવાનો વારો આવ્યો છે કયા સુધી આ હાઇવે વહીવટીતંત્રના અધિકારી વાહનચાલકોના યમ બનશે. જો મૃતક દીકરીને ન્યાય નહીં મળે અને હાઇવે ઉપર રીલિંગના લગાવવામાં આવે હાઇવે બંધ કરીશું એ ધ્યાને લે…