નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિતાલી ગામમાં મોડી રાત્રે એક દીપડો વન વિભાગના પાંજરે પુરાયો છે. દીપડો કૂતરાનો શિકાર કરવા આવ્યો હતો ત્યારે પાંજરામાં ફસાઈ ગયો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર ઘટનાની જાણ થતાં જ ગામના લોકો મોટી સંખ્યામાં દીપડાને જોવા માટે એકત્ર થયા હતા. વન વિભાગના અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

કૂતરાનો શિકાર કરવા આવેલો દીપડો વન વિભાગના પાંજરે પુરાતાં ગ્રામજનોમાં રાહત કદાવર દીપડાને પાંજરામાં જોઈને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, ગ્રામજનોના મતે વિસ્તારમાં હજુ પણ અન્ય દીપડા રખડતા હોવાની શક્યતા છે. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતર્કતા વધારવામાં આવી છે .