વ્યારા: ગતરોજ વ્યારા રેફરલ હોસ્પિટલના ખાનગીકરણ સામે સ્થાનિક આગેવાનો દ્વારા જંગી સંખ્યામાં લોકોએ રેલી કાઢી તાપી જિલ્લા કલેક્ટર કચેરી બહાર મહાસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આગેવાનો અને સમથૅકોએ આ વિરોધ પ્રદર્શનમા ભાગ લીધો હતો.
આગેવાનોએ આદિવાસી વિસ્તારોના અલગ અલગ પ્રશ્નો ની વાત મંચ થી મુકી હતી તથા સમાજને ભેગા થઈ આવી પડેલી તકલીફોને દુર કરવા માટે આહવાન કર્યું હતું. ખાસ કરીને નવા નવા પ્રોજેક્ટો થકી જમીનો પડાવી લેવાનુ ષડયંત્ર આજના સમયમાં ભાજપ સરકાર કરી રહી છે. સંવૈધાનિક સંરક્ષક કાયદોઓનુ ઉલ્લંઘન ખુલેઆમ થઈ રહ્યુ છે. 4-5 % લોકોને રાજી કરવા માટે દેશ અને રાજ્યમાં પર્યાવરણ તથા ખનીજ સંપત્તિની લૂંટ ચલાવવામાં આવી રહી છે. તથા લોકોને દબાવવા માટે પોલિસ પ્રસાશનનો દુરુપયોગ ગુજરાત સરકાર કરી રહી છે.
આદિવાસી હમેશાં લડતો આવ્યો છે અને આગળ પણ લડતો રહેશે. એટલે મંચ પરથી મારી વાત મુકી આપણા લોકોને ફરીથી જંગલી બનવા માટે આહવાન કર્યું હતું. આદિવાસીઓ સુધરીને વિસ્તાર તથા સંસ્કૃતિ નથી બચાવી શક્યા તો સુધારવાનો કોઈ મતલબ નથી .

