સાપુતારા: સાપુતારામાં ફોટોગ્રાફીનું કામ કરનાર 21 વર્ષીય યુવક ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન બાઇક ગફલતભરી રીતે હંકારી લાવતા સ્લીપ ખાઈ ગઈ હતી અને 50થી 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતું. મૂળ બિહાર રાજ્યના ધનંજય બિરેન્દ્ર ભગત (ઉ.વ.21) સાપુતારામાં ફોટોગ્રાફીનું કામ કરી પોતાનું ગુજરાત ચલાવતો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ ધનંજય સાંજના સમયે પરત ઘરે ફરી રહ્યો હતો. તે દરમિયાન બાઇક (નં.GJ-30-B-7468) લઈને સાપુતારા સનરાઇઝ પોઇન્ટના ઉતરતા ઢાળમાં ગફલતભરી રીતે હંકારી લાવી બાઇકના હેન્ડલ ઉપરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થઇ ગઇ હતી. બાઇક રોડની ડાબી બાજુ લોખંડની સેફટી એંગલ સાથે અથડાઇ હતી અને ઉપરથી ફંગોળાઈ જતા આશરે 50થી 60 ફુટ ઊંડી ખાઈમાં પડી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઇજાને પગલે ધનંજયનું મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસે આવતા સહેલાણીઓ મોજશોખ માટે અને સાપુતારાના કુદરતી સૌંદર્યની આનંદ લૂંટતી તસવીરો ખેંચાવવા માટે સ્થાનિક ફોટોગ્રાફર પાસેથી ફોટોગ્રાફી કરાવતા હોય છે ત્યારે ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલો ધનંજય ભગત પોતાનુ કામ પૂર્ણ પરત થઇ રહ્યો હતો ત્યારે આ દુ:ખદ ઘટના ઘટી હતી. આ ઘટનાને પગલે તેમની સાથે સ્થાનિક લેવલે ફોટોગ્રાફી કરતા યુવકોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટના બનતા તેમના પરિવાર શોકનું મોજુ ફરી વળ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here