તાપી: પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત તાપી જિલ્લામાં વર્ષ 2021 22માં 6 તાલુકામાં 281 સ્થળોએ અંદાજિત 1.50 લાખના ખર્ચે બોર વિથ ટાંકીનું કામ માટેની કામગીરી કરાઈ હતી. પરંતુ વહીવટી બાબતોને લઈને કામગીરી પૂર્ણ ન થતા સરકારી તપાસ શરૂ કરી છે. તાલુકાના 281 કામો બાબતે તપાસ ચાલુ કરી છે.. જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની વધુ કામગીરી હાથ ધરાશે. વ્યારા તાલુકામાં 68,સોનગઢ તાલુકામાં 35, ડોલવણ તાલુકામાં 100, વાલોડ તાલુકામાં 02, કુકરમુંડામાં 12 અને ઉચ્છલ તાલુકામાં 64 સ્થળોએ વર્ષ 2021માં બોર વિથ ટાંકી ના કામને મંજૂરી અપાય હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર જેમાં કેટલાક સ્થળોએ બોર કરાયા હતા.કેટલાક સ્થળોએ બોર બાદની કામગીરી અધૂરી હતી. જે તમામ કામો કેટલા કામો હાલ ચાલી રહ્યા છે. કેટલા કામો પૂર્ણ થયા અને કેટલા કામો અધૂરા છે બાબતનું સરકારી તપાસ ચાલુ છે. કેટલીક વહીવટી ગુચને લઈને ત્રણ વર્ષ બાદ પણ યોજના સંપૂર્ણ રીતે પૂર્ણ નથી. સરકાર આ યોજના અધૂરી રહી જવા પાછળનું કારણની તપાસની કામગીરી તાપી જિલ્લાના છ તાલુકામાં ચાલુ કરી છે. યોજના કયા કારણસર અટકી અને ફરી ચાલુ કરવા માટે શું કાર્યવાહી કરવા અંગે તજવીજ ચાલી રહી છે.
પ્રધાનમંત્રી આદર્શ યોજના અંતર્ગત ગામોમાં પાણીની સુવિધા ઉભી થાય માટે આયોજન કરાયું હતું. તાપી જિલ્લામાં 1,000થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં અંદાજિત 1.50 લાખના ખર્ચે 281 જેટલા સ્થળો પર બોર વિથ પાણીની ટાંકી મૂકવાનું આયોજન કરી કામગીરી ચાલુ કરાઈ હતી. તાપીના છ તાલુકામાં બોરવિથ ટાંકીની યોજના કામમાં સરકારી તપાસ ચાલુ છે. જે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે.

