છેલ્લા પાંચ વર્ષમાં હાઈકોર્ટમાં કુલ 16,69,306 રિટ પિટિશન થઈ જેમાંથી પાછલા વર્ષે ફાઈલ થયેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ)ની સંખ્યા 538 છે. ફાઈલ થયેલી કુલ જાહેર હિતની અરજીમાંથી અંદાજે 40 ટકાથી વધુ પીઆઈએલ પર્યાવરણ અને પ્રદૂષણની સમસ્યાને લગતી કરાઈ છે. જ્યારે બીજા ક્રમે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સામે આવી છે, જેની સંખ્યા આશરે 20 ટકા જેટલી છે. ત્રીજા ક્રમે સરકારની નીતિઓ અને યોજનામાં રહેલી ક્ષતિ સંબંધી પીઆઈએલ આવે છે.
5 વર્ષમાં થયેલી પીઆઈએલમાંથી સૌથી વધુ ચર્ચાસ્પદ સાબરમતી નદી પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અને તેનો વધી રહેલો અસામાન્ય આંક, ધ્વનિ પ્રદૂષણ, પ્રાણીઓના મૃતદેહ અને ચામડાંનું પ્રદૂષણ વગેરે રહી છે. ગત વર્ષે હાઈકોર્ટ સમક્ષ સૌથી વધુ પ્રદૂષણ,વન વિભાગમાં ગેરરીતિઓ,પર્યાવરણની મંજૂરી, રોડ રસ્તા, ટ્રાફિક, રખડતાં ઢોર, બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટી, બીયુ પરમિશન, હેલ્મેટ-સીટ બેલ્ટ જેવા વિષયો પર મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકાર અને અન્ય સત્તાધીશોની આકરી ઝાટકણી કાઢી હતી.
પર્યાવરણ મુદ્દે આશરે 46થી વધુ પીઆઈએલ દાખલ કરાઈ છે.રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સેવાનો અભાવ અને પાકા રસ્તાઓ મામલે 10થી વધુ પીઆઈએલ એક વર્ષમાં થઈ હતી. હાઇકોર્ટે ઉધડો લીધા બાદ એક મહિનામાં પાકા રસ્તા અને એમ્બ્યુલન્સની સેવા શરૂ કરાઈ હતી.હાઈકોર્ટે 5થી વધુ તો સુઓ મોટો પીઆઈએલ કરી છે.બનાસકાંઠામાં જર્જરિત સ્કૂલમાં બાળકોને બેસાડવા મામલે સરકારને માત્ર 48 કલાક આપ્યા હતા. કોર્ટનો મિજાજ પારખીને સરકારે વિદ્યાર્થીઓ માટે બીજા બિલ્ડિંગની વ્યવસ્થા કરી હતી.
100 વર્ષ કરતા પણ જૂના 2 ઐતિહાસિક બ્રિજના નવસર્જન કરવા હાઈકોર્ટે સત્તાધીશોનો ઉઘડો લીધો હતો. અમદાવાદમાં હાટકેશ્વર, બોપલ પાસેના મમદપુરાના એસપી રિંગ રોડ પર બની રહેલા બ્રિજના તૂટેલા સ્લેબનો પણ સમાવેશ થાય છે.રેગિંગના કાયદા માટે પણ પીઆઈએલ જેએનએલયુ, બી.જે. મેડિકલ, પારુલ યુનિવર્સિટીમાં બનેલી રેગિંગની ઘટના બાદ આત્મહત્યાના મામલે હાઈકોર્ટે એન્ટિ રેગિંગ કમિટીનો આદેશ કર્યો હતો.5 વર્ષમાં વિવિધ મુદ્દે 16.69 લાખ અરજી હાઈકોર્ટમાં થઈ 16,69,306 રિટ છેલ્લા પાંચ વર્ષમાં કરાઇ.
- 538 જાહેરહિતની અરજી ગત વર્ષે કરાઈ
40% સૌથી વધુ PR પર્યાવરણ અને પ્રદૂષણ અંગે.
20% PIL મહાપાલિકાઓ અને પાલિકાઓ સામે.
20% PIL સરકારની નીતિ અને યોજનાઓ સામે.
46 PIL પર્યાવરણના નુકસાન મામલે,
03 અરજી સ્કૂલો, કોલેજોમાં રેગિંગ અંગેની હતી.
05 અરજી મહિલા અને બાળ સંરક્ષણ મામલ કરાઈ.

