ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વન અને પર્યાવરણ મંત્રી અને આબોહવા પરિવર્તન મંત્રી મુરૂભાઈ બેરા દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાતમાં પર્યાવરણ અને વૃક્ષારોપણ અંગે રાજ્યમાં કાર્યરત સંસ્થાઓ સાથે એક વ્યક્તિગત બેઠકનું આયોજન કર્યું હતું,
આ બેઠકમાં 16 જેટલી સંસ્થાઓ જેઓ પર્યાવરણ અને વૃક્ષારોપણ બાબતે રાજ્યભરમાં કામ કરે છે તેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ગોષ્ઠીમાં દીપક ફાઉન્ડેશનની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ ગોષ્ઠી દરમ્યાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, વન પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુરૂભાઈ બેરા, વન પર્યાવરણ આબોહવા પરિવર્તન વિભાગ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ગોષ્ઠી દરમિયાન દરેકની વર્તમાન વૃક્ષારોપણની કામગીરી પર ચર્ચા કરવામાં આવી હતી અને તેને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય તે અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માહિતી આપી હતી કે સરકાર મહિલા ડેરી ઉત્પાદકોની એક મોટી ટીમ તૈયાર કરી રહી છે જે વૃક્ષારોપણના પહેલને સમર્થન આપવા માટે આ દળમાં જોડાશે, અત્રે ઉલ્લેખનીય છે કે દીપક ફાઉન્ડેશન ભરૂચ જિલ્લામાં વાગરા બ્લોકમાં એક લાખથી વધુ મેન્ગ્રોવ વાવેતર સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં 22 હેક્ટર માટીના મેદાનોને પુનઃસ્થાપિત કરી રહ્યું છે જે આગામી વર્ષમાં બમણું કરવામાં આવશે તેમ દીપક ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

