સુરત: સુરતમાં અસામાજિકતત્ત્વો પોલીસની કામગીરીને ચેલેન્જ કરતા હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. બેથી ત્રણ યુવકો દ્વારા ઈન્સ્ટાગ્રામમાં લાઇવ કરી છું ચપ્પુ બતાવી લોકોમાં રોફ ફેલાવવામાં આવ્યો હોવાનું નજરે પડે છે. આ વીડિયોમાં એક યુવક બિભત્સ શબ્દો બોલી કોઈપણ હોય કઈ ફેર નથી પડવાનો બોલી રહ્યાં છે. હાલ આ વીડિયો સુરતના અમરોલી વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે.

અતુલ પાંડે નામની આઈડી પરથી લાઈવ થયું ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરી ચપ્પુ બતાવી ભયનો માહોલ ઊભો કરતો વીડિયો વાઇરલ થયો છે. અન્ય કોઈ વ્યક્તિએ આખું લાઈવનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો 18માર્ચનો હોવાનો સામે આવ્યું છે. Decision News ને મળેલી માહિતી અનુસાર અતુલ પાંડે નામથી ઈન્સ્ટાગ્રામ આઈડી પર લાઈવ કરીને આ તમામ હરકત કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા અસામાજિકતત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આ વીડિયો વાઇરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

એક તરફ સુરત પોલીસે અસામાજિકતત્વોને બોલાવી ઇન્સ્ટાગ્રામ આઈડી પેરમનેન્ટ ડિલિટ કરી દેવામાં આવી રહી છે. બીજી તરફ આવા લુખ્ખાઓને જાણે કોઈ ડર જ ન હોય તેમ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને ચપ્પુ બતાવી લોકોમાં રોફ જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.