સુરત: આજરોજ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી પ્રજાની વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે અવાર-નવાર સવાલો કરતા હોય છે. તેઓ પ્રજાનો અવાજ બની અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. તેમણે સરથાણા પોલીસ તોડપાણી કરતી હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જાણ કરી છે અને પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી છે.

તમામ આક્ષેપો સબુત સાથે પુરવાર થઇ શકે તેમ છે. આથી તાત્કાલિક ધોરણે આ તોડબાજીમાં સામેલ પોલીસકર્મીઓ સિવાયના પોલીસ અધિકારી દ્વારા સચોટ તપાસ થાય તેવી મારી માંગણી છે. કારણ કે રક્ષક જ જો ભક્ષક બને તો પ્રજા કોના ભરોશે.?