ગુજરાત: સરકારે આરોગ્ય સેવાઓને પણ હવે આવશ્યક સેવા તરીકે જાહેર કરી The essential Services Maintenance Act, 1981 હેઠળ સરકારે આ નિર્ણય લીધો છે કે હવે બિનજરુરી અને વારંવાર હડતાલ પર જઈ દર્દીઓની જીંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની કોઈ રાહે ચાલશે નહીં..
લેબ ટેક્નિશિયનો દ્વારા બે દિવસથી ચાલી રહેલાં આંદોલન વચ્ચે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્યની 7 જેટલી કેડરના કર્મચારીઓ છાવણીમાં હતા. રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરીને પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના પણ 300થી વધુ કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હતા. ત્યારે પોલીસ, ઉર્જા જેવા મહત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિ આવશ્યક સેવાઓમાં સામેલ કરવામાં આવેલી છે, ત્યારે આજે રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરી છે.
MPHW, FHW, MPHS, FHS, TMPH, THV, જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઈઝરોના પડતર પ્રશ્નોને લઈને આ અંદોલન છે. જેમાં ટેક્નિકલ કેડરમાં સમાવેશ તથા ગ્રેડ પે પગાર સુધારણાની માંગ છે. આરોગ્યના તમામ સાત કેડરના કર્મચારીઓ નાણાંકીય અને વહીવટી પ્રશ્નો આગામી 10 દિવસમાં નહીં ઉકેલાય તો હવે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારાઈ હતી. સરકારના નિર્ણયથી કેવો માહોલ ઊભો થશે એ જોવું રહ્યું.

