સુરત: ગતરોજ સુરત શહેરમાં મમ્મીનો મોબાઇલ પાણીમાં પડી જતાં ધોરણ 7 માં ભણતી 12 વર્ષની બાળકીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું બાળકીએ આપઘાત કરતાં પહેલાં અંતિમ ચિઠ્ઠી લખી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર બાળકીનું અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ” મમ્મી મને માફ કરી દેજે, મારાથી ફોન પાણીમાં પડી ગયો છે, હું આપઘાત કરું છું ”. મોબાઇલ પાણી પડી જતાં માતા-પિતા ઠપકાની બીકે બાળકી આપઘાતનું પગલું ભર્યું છે આ સ્યુસાઇડ નોટ વાંચ્યા બાદ માતા પિતા તથા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આજના બાળકો ખૂબ જ સંવેદનશીલ બની ગયા છે. ત્યારે દરેક માતા-પિતાએ બાળકોને ડરાવવા કે ધમકાવવાના બદલે એક મિત્રની માફક વર્તન કરીને મોબાઇલની લત છોડાવવી જોઇએ અથવા તો નિયત મર્યાદિત સમય સુધી મોબાઇલનો ઉપયોગ કરવા બાબતે સમજાવવા જોઇએ.