વલસાડ: વલસાડ રેલવે સ્ટેશન નજીક વાંકી નદીના બ્રિજથી ROB બ્રિજ વચ્ચે સુરત તરફ જતી ટ્રેનની અડફેટે 6 ભેંસોનું મોત નીપજ્યું છે. ઘટના રેલવે કિલોમીટર 196ના પોલ નંબર 6 અને 14ની વચ્ચે બની હતી. રેલવે પાયલોટે તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

ત્યારબાદ વલસાડ રેલવે સ્ટેશન માસ્તર અને અન્ય અધિકારીઓને માહિતી અપાઈ હતી.Decision News ને મળેલી માહિતી અનુસાર ઘટનાની જાણ થતાં જ GRP, RPF અને રેલવે વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેલવે વિભાગે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે આટલી મોટી સંખ્યામાં ભેંસો રેલવે ટ્રેક નજીક કેવી રીતે પહોંચી.

ટ્રેક નજીક રહેતા પશુપાલકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો કે તેમના પશુઓ ગુમ છે કે કેમ તેની માહિતી મેળવવામાં આવી રહી છે. રેલવે વિભાગ સ્થાનિક રહેવાસીઓની મદદથી વધુ માહિતી એકત્ર કરી રહ્યું છે. દુર્ઘટનાના મૂળ કારણની તપાસ ચાલુ છે.