ગુજરાત: ગુજરાતની ગૌરવવંતી દીકરી અને વિશ્વકપ ખો-ખો રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ડાંગની ઓપીના ભીલારેએ આજે ગાંધીનગર વિધાનસભા પરિસરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ વિશેષ મુલાકાત દરમિયાન ઓપીના તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા ખાતે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ અને નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.

બંને નેતાઓએ ઓપીનાની વૈશ્વિક સિદ્ધિની સરાહના કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. આદિવાસી સમાજની આ હોનહાર દીકરીને મળી રહેલા સન્માન અને સ્નેહથી સૌ કોઈ આનંદિત થયા હતા. ઓપીનાની આ સિદ્ધિ ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.