ડાંગ: ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીનાં પગલે અમુક વખતે જંગલ વિસ્તારમાં આકસ્મિક દવ ફાટી નીકળે છે અથવા તો અમુક વખતે અસામાજિક તત્વો દ્વારા જંગલોમાં દીવાસળી ચાંપતા દવ ભભૂકી ઉઠવાનાં બનાવો બને છે. ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ લવચાલી રેંજનાં રિઝર્વ ફોરેસ્ટ કં. ન. 27નાં જંગલ વિસ્તારમાં આકસ્મિક દવ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેની જાણ લવચાલી રેંજના આરએફઓ અર્ચના હિરેને થતા વનકર્મીઓને એલર્ટ કર્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ લવચાલી રેંજનાં રિઝર્વ કે.ન. 27માં આકસ્મિક દવ લાગતા લવચાલી રેંજનાં આરએફઓ અર્ચનાબેન હિરે સહિત ફોરેસ્ટર, બીટગાર્ડ, દવગાર્ડ અને રોજમદારોની ટીમ આધુનિક બ્લોવર મશીન સાથે સ્થળ પર દોડી ગઈ હતી અને દવને કાબૂમાં લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. અહીં લવચાલી રેંજનાં કર્મીઓએ બ્લોવર મશીન તથા ખરસાટા વડે ગણતરીનાં કલાકોમાં જ દવને કાબૂ કરવામાં સફળતા મેળવી હતી અને જંગલને નુકસાન થતા બચાવ્યું હતું.

દવ કાબૂમાં આવતા નુકસાન અટક્યું લવચાલી રેંજનાં રિઝર્વ કો.કં.નં. 27માં સોમવારે આકસ્મિક દવ લાગ્યો હતો. આ દવ લાગ્યાની જાણ અમને થતા તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા. આ દવનાં કારણે થોડાક વિસ્તારમાં ઘાસ અને પાંદડા બળીને ખાખ થઈ ગયા હતા. જોકે લવચાલી રેંજ કચેરીની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તુરંત જ દવને કાબૂમાં લીધો હતો. વનકર્મીઓની ટીમે સમયસૂચકતા વાપરી દવને કાબુમાં લેતા જંગલમાં દવ પ્રસરતા અટક્યો હતો વધુ નુકસાન થતા અટકયું હતું. હાલમાં દવ કઈ રીતે લાગ્યો તેની તપાસ ચાલુ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here