ભરૂચ: ભરૂચ આરટીઓ વિભાગે સઘન તપાસ ચાલુ કરતા અંદાજે એક મહિનામાં રોડ ટેક્સ બાકી હોય તેવા વાહનો સહિત નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રોડ ટેક્સ બાકી હોય તેવા 130 વાહનોને ડિટેઇન કરીને 43 લાખ રોડ ટેક્સ વસૂલવામાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર RTOને ટીમ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં તાપમાં નીકળી હતી જેમાં નેત્રંગ, જંબુસર, દહેજ અને રાજપારડી સહિતના વિસ્તારમાં તપાસ દરમિયાન પિયુસી, બ્લેક ફિલ્મ, ઓવરલોડ, પરમિટ, ફિટનેશ, વીમા, લાયસન્સ, ઓવરસ્પીડ તેમજ નો પાર્કિંગમાં પાર્ક કરવા બદલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જે વાહનોને રોડ ટેક્સ નહીં ભર્યો હોય તેવા વાહનો ડિટેઈન કરીને આરટીઓ કચેરીએ લાવવામાં આવ્યા છે. જેમા નાના મોટા વાહનો મળી અંદાજે એક મહિનામાં 130 વાહન રોડ ટેક્સ બાકી હોવાના કારણે વાહન ડિટેઇન કરી 43 લાખની રિકવરી કરવામાં આવી છે.
આરટીઓ વિભાગના કર્મચારીઓ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ઊભા રહીને ટ્રાફિક નિયમન તેમજ જે વાહનનો રોડ ટેક્સ બાકી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં નિયમ ભંગ બદલ અગાઉ કેટલાક વાહનચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે રોડ ટેક્સ ભરવાના બાકી હોય તેવા વાહનોને જપ્ત કરી આરટીઓ કચેરીમાં મૂકવામાં આવી રહ્યા છે. મિતેશ બંગાલે, આરટીઓ

