કપરાડા: ગતરોજ નાનાપોંઢા એન આર રાઉત ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં શિક્ષણના જુદા જુદા વિભાગોમાં ઉચ્ચ અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિધાર્થીને પ્રોત્સાહીત કરવા માટે KEGA કુકણા એન્જિનિયર ગ્રુપ અને આદિવાસી કુકણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ કપરાડા દ્વારા વિદ્યાર્થિઓને સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં સૌ પ્રથમ આ શૈક્ષણિક સન્માનિત કાર્યક્રમના અધ્યક્ષ ઈશ્વર માળીની ઉપસ્થિતિમાં આદિવાસી સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય કરી આદિવાસી કુકણા સમાજની કુળ દેવી માતા કંસરીની જયઘોષ વંદના કરી. કુકણા સમાજના દેવી દેવતા ઇહમાઇ માતા, હિરવાદેવ, પ્રકૃતિનાં પાંચ તત્વ રૂપ ધરતી આકાશ પાણી હવા અને અગ્નિને વંદન કરી એમના ગુણગાન ગાવામાં આવ્યા એમની પૂજા કરવામાં આવી, કુકણા સમાજના પિતૃદેવ મુંજેદેવ,બહેરમદેવ, ખંડોબાદેવ, હનવતદેવ, ભોવાની જેવા દેવોના નામના દીવા પ્રગટાવીને વંદન કરવામાં આવ્યું.
આમંત્રીત મહેમાનોનું સ્વાગત સન્માન પ્રકૃતિનાં સંવર્ધન અને એનું મહાત્મય વધે તે રીતે પુષ્પગુછ કે ફૂલોના ગુલદસ્તાને બદલે ફૂલછોડ અર્પણ કરીને કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરુઆત કુકણા એન્જિનિયરિંગ ગ્રુપના પ્રમુખશ્રી જગદીશભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે..? હેતુ વિષે જાણકારી આપી. અને કુકણા એન્જિનિયરિંગ ગ્રુપના ખજાનચી એવા રમેશભાઈ ભગરિયા દ્વારા પણ આ એન્જીનીયર ગ્રુપ દ્વારા કઈ કઈ પ્રવૃત્તિઓ વિષે જાણકારી આપી. કપરાડા તાલુકાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી દ્વારા વિધાર્થીના જીવનમાં માં બાપની શું ફરજ છે..? સમાજની શું ફરજ છે..? કેવી પ્રવૃતિ કરીયે કે જેથી વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આ કાર્યક્રમના અઘ્યક્ષ એવા ઇશ્ર્વરભાઇ માળી દ્વારા પણ આદિવાસી સમાજનાં હક અને અધિકાર અધિનિયમનાં કાયદા હેઠળ કયાં લાભો મેળવી શકાય, સંસ્કૃતિ બચાવવા આજના યુવાનોને શિક્ષિત બની સંસ્કૃતિ અને શિક્ષણની જ્યોત પ્રગટાવતા રહી દરેક સભ્યએ સમાજના હિત માટે જાગૃત બની આ ખૂબજ ઉપયોગી અને મહત્વના કાર્યમાં જોડાવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં 37 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રાઇઝ ચેક વિતરણ અને સાથે ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપતું સમ્માન પત્ર એનાયત કરવામાં આવ્યું. તેમજ અંધજન મંડળ કરંજવેરી ધરમપુરનાં પ્રતિનિધિને ચેક અને સન્માનપત્ર આપવામાં આવ્યું.આ કાર્યક્રમમાં સાર્વજનિક પુસ્તકાલય કરંજખેડ તા:- ડોલવણને યુ પી એસ સી અને જી પી એસ સી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું અને આવા શ્રેષ્ઠ કાર્યને બિરદાવવા આમંત્રીત મહેમાનોનાં પ્રતિભાવ પણ લેવામાં આવ્યા.

