કપરાડા: બે દિવસ આગળ કપરાડાના લવકર ગામમાં જૂની અદાવતને લઈને થયેલા ઝઘડામાં રાતે 8:30 વાગ્યાની આસપાસ એક સમહુ દ્વારા હિંસક હુમલાની ઘટના બહાર આવી છે જેમાં એક વ્યક્તિની મોત થઈ ગયાની ઘટના બની હતી.

Decision News ને સ્થાનિક લોકો સાથે ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળેલ જાણકારી મુજબ 9 માર્ચના દિવસે  હટવાડામાં અજીત રઘુ માછી તથા શ્રીમન ઝુલીયા નિંબારા વચ્ચે હાટ બજારમાં ઝઘડા થયો હતો તેની કાળ રાખી મૂકી હતી તે 14 તારીકે (માર્ચ)ની રાત્રે આશરે 8 વાગ્યે વિશાલ ભાઇ સુરેશ નિંબારા અને મનહર રમેશ ભોયા અજીતની દુકાને પહોંચ્યા અને બોલાચાલી કરી અજીતભાઈ અને અજીતને બચાવવા આવેલા બાપુને સુરેશ કિશન નિંબારાએ માર માર્યો અને ફુલજી કાળુ માછીને સુરેશે પથ્થરથી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. નવીનને અક્ષય સુરેશ નિંબારાએ માર મારી હત્યા કરી નાખી હતી.

આ મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે કપરાડા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં કપરાડા પોલીસ નિવેદન લઈ 4 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુધ્ધ ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ કરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here