વલસાડ: કથાકાર મોરારિબાપુ કહે છે મને કથા દરમિયાન એક ભાઈએ આવીને એમ કહ્યું કે શિક્ષણ નામે આદિવાસી વિસ્તારમાં ધર્મ પરીવર્તન થઈ રહ્યું છે. તમે બાપુ મોટા ઉદ્યોગપતિઓને શિક્ષણ માટે કંઈક કહો. એટલે મે તેમને કહ્યું કે મારી વ્યાસપીઠ તરફ તમે વેદના પ્રગટ કરી છે, તો હું જરૂર મારી પાસે એવા ઉદ્યોગપતિઓ આવશે અને મારી વાત એ સ્વીકારે એવું મને લાગશે, તો હું જરૂર એને સંકેત કરીશ. પણ આ વિસ્તારમાં જે કોઈ આવી જરૂરિયાત હોય ત્યાં જો સ્કૂલ બાંધે, જરૂરિયાત હોય ત્યાં સરકારની સાથે સંપર્ક કરીને બાંધે તો તુલસી પત્ર રૂપે જેટલી સ્કૂલ બનાવવા એમાં એક લાખ રૂપિયા પાશે
લોકો કહી રહ્યા છે કે ભગવાન અને ભક્તો કરતાં મોરારી બાપુના સંબધો ઉદ્યોગપતિઓ સાથે વધારે લાગે છે.. અરે બાપુ તમે આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગપતિઓ પર શાળાના બાંધકામ કરવી ખાનગી શાળાઓ ઊભી કરવા માંગો છો કે શું ? સરકાર શાળાની આમ પણ બત્તર હાલત છે આદિવાસી વિસ્તારોમાં શિક્ષક છે તો શાળા નથી અને શાળા છે ત્યાં શિક્ષક નથી. તૂટેલી ફૂટેલી શાળામાં આજે પણ કેટલાય આદિવાસી બાળકો ભણી રહ્યા છે તે તમને નથી દેખાતું અને જ્યાં શિક્ષણ મેળવી રહ્યા છે ત્યાં ધર્મના નામે બાળકો પરથી અભ્યાસ છીનવવા ગૃહ મંત્રીને રજુવાત કરવા નીકળી પડ્યા છો એના કરતાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની શું સ્થિતિ છે આરોગ્યની શું સ્થિતિ છે રોજગારીની શું સ્થિતિ છે, આદિવાસી લોકોના જે હક્ક અધિકારો છીનવાઈ રહ્યા છે એના વિષે ટકોર કરી હોત.. આદિવાસી લોકોની આટલી જ ચિંતા થતી હોય તો શાળા બાંધકામમાં એક જ લાખ રૂપિયા દાનમાં આપવાના તમે તો કથા કરવાના કરોડો રૂપિયા લો છો.. આપો એક શાળાના બાંધકામ 50 લાખ રૂપિયા સરકારને.. અને પ્રગટાવો શિક્ષણની જ્યોત.. જો સરકારી શાળામાં સારું શિક્ષણ મળશે તો આદિવાસી લોકો પોતાના બાળકોને ત્યાં જ ભણાવશે એમાં બે મત નથી..!
પણ ધર્મના નામે આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગપતિઓને લાવી શાળા બનાવવાનું સપનું સેવવાનું બંધ કરો.. માનવતા વાડી વિચાર ધરાવો.. માણસ ને માણસ તરીકે જુઓ.. ધર્મના વાડા તો રામે પણ ઊભા નથી કર્યા તો તમે શું ધર્મ પરીવર્તનના નામે આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગપતિઓને શાળાઑ બાંધવા માટે કહી ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહ્યા છો..!

