ધરમપુર: આજરોજ આશરે પોણા ત્રણેક વાગેની રાત્રે જૈનિકાબેન નામની પરણિત મહિલા ઘરના સભ્યોને કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વિના ક્યાક ચાલ્યા ગયાની ફરિયાદ ધરમપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેકટર પાસે નોંધવામાં આવી છે.

ફરિયાદ મુજબ અરજદાર વિમલ નરેશભાઇ પટેલ જે ધરમપુરના રાજપુરી તલાટ ગામમાં રહે છે તેઓ બનાવની વિગત આપતા જણાવે છે કે મારા લગ્ન પારડીના ડુમલાવ ગામના ભગત ફળિયામાં રહેતા જૈનિકાબેન રોહિતભાઈ પટેલ સાથે 7/12/2024 ના રોજ થયેલા અને અમારા ઘરે જૈનિકાને પત્ની તરીકે લઈ આવેલ. જ્યારથી એને લગ્ન કરી લાવેલ ત્યારથી એ સરખી રીતે મારી સાથે રહેતી ન હતી. અને આજરોજ 18/2/2025 ના રોજ આશરે પોણા ત્રણેક વાગેની રાત્રે મારા ઘરથી ક્યાંક જતી રહેલ છે. અમોએ આજુબાજુ સગાસબંધીને ત્યાં તપાસ કરેલ પરંતુ મળેલ નહિ. જેથી અમો અરજી આપવા આવેલ છે.

આપ સૌને જો આ મહિલાની કોઈ વ્યક્તિને ઓળખ કે જાણકારી પ્રાપ્ત થાય તો પોલીસ સ્ટેશન કે પરિવારના સભ્યોને માહિતી આપવા અપીલ કરવામાં આવી છે. હાલમાં ધરમપુર પોલીસ દ્વારા જૈનિકાબેન પટેલની તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી મો – 8849462908, મો. ન. 957468335 ઉપર ફોન કરી આપી શકો છો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here