ભરૂચ: ભરૂચના શુકલતીર્થના એક નાગરિક દ્વારા શુકલતીર્થ ગ્રામ પંચાયત ખાતે વારસાઈ ની કામગીરી માટે તલાટી કમ મંત્રી ને આવેદન કરેલ પરંતુ તલાટી કમ મંત્રી અને વી.સી.ઈ દ્વારા 8000 ની લાંચ લેતા ACB ના રંગેહાથ ઝડપી પાડયા હોવાનું બહાર આવ્યું છે.
Decision News ને પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના શુકલતીર્થના એક નાગરિક દ્વારા શુકલતીર્થ ગ્રામ પંચાયત ખાતે વારસાઈ ની કામગીરી માટે તલાટી કમ મંત્રીને આવેદન કરેલ પરંતુ તલાટી કમ મંત્રી અને VCE દ્વારા નાગરિકને જરૂરી કાગળો રજૂ કરવા કરવા છતાં પણ દોઢેક વર્ષથી વારસાઈ અંગેની કામગીરી માટે ધક્કો ખવડાવતા હતા અને વારસાઈની કામગીરી કરી આપવા માટે તલાટી કમ મંત્રી ઉમેશ નટવરભાઈ પટેલ દ્વારા એવું જણાવ્યું હતું કે વારસાઈની કામગીરી માટે 8000 રૂપિયા થશે અને VCE કેનિલભાઈને મળી લેજો, ફરી ફરિયાદી નાગરિક વી.સી.ઈ રવિરાજ સિંહ ઉર્ફે કેનિલ રાજેન્દ્રસિંહ પરમાર મળી વારસાઈ અંગેની કામગીરીની વાતચીત કરેલ પરંતુ ફરિયાદી નાગરિક તલાટી કમ મંત્રી દ્વારા માગેલ લાંચની રકમ આપવા સંમત ન હોય અને ફરિયાદી નાગરિકે ACB નો સંપર્ક કરી ફરિયાદ કરતા ACB એ જે ફરિયાદ ના આધારે આજરોજ શુકલતીર્થ ગ્રામ પંચાયત ખાતે લાંચના છટકું ગોઠવેલ અને તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ વતી માંગવામાં આવેલી લાંચની વાત VCE રવિરાજ સિંહ ઉર્ફે કેનિલ રાજેન્દ્રસિંહ પરમારે નાગરિક ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ 8000 રૂપિયા ચિરાગભાઈ મયુકાંતભાઈ ત્રિવેદીને આપવા જણાવેલ અને ચિરાગ ત્રિવેદીએ લાંચ સ્વીકારતા એસીબીએ ગોઠવેલ છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો
ઉમેશ નટવરભાઈ પટેલ તલાટી કમ મંત્રી, VCE રવિરાજ સિંહ ઉર્ફે કેનિલ રાજેન્દ્રસિંહ પરમાર, ચિરાગભાઈ મયુકાંતભાઈ ત્રિવેદી આ ત્રણેય સામે એકબીજાની મદદગારી કરવા બદલ ભરૂચ ACB ની ટીમ દ્વારા આ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

