ગુજરાત હવામાન આગાહી: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી છે. કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ગરમીનો પારો હાઈ જતો જોવા મળી રહ્યો છે, ત્યારે મંગળવારે (11મી માર્ચે) 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી છે.આગાહી મુજબ  રાજ્યમાં આગામી 15મી માર્ચથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.

  • કમોસમી વરસાદ થવાની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 15 મી માર્ચથી ગરમીમાં આંશિત ઘટાડો થશે. કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી જેટલું રહેશે. લગભગ મધ્ય-ઉત્તર ગુજરાતના ભાગમાં 34થી 36 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં 13થી 14 માર્ચમાં આવી રહેલા પશ્ચિમી વિક્ષેપોના કારણે હોળીના દિવસોમાં ક્યાંક વાદળવાયું અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 20મી માર્ચ સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.

  • આજે 9 જિલ્લામાં હીટવેવની ચેતવણી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 11મી માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરા અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here