વાપી: ગતરોજ ફરી વાંસદા-ચિખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વાપી મહાનગરપાલિકામાં 11 ગામોને ન સમાવવાને લઈને 11 ગામના રહીશો સાથે મળીને મનપા કચેરી સામે ધરણાં યોજ્યા આંદોલન વિરોધ પ્રદર્શન યોજયું હતું.

મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ કરાયેલા 11 ગામોના લોકોનો મુખ્ય વાંધો વધારાના વેરા અને અન્ય મુશ્કેલીઓને લઈને છે. ગતરોજ ચોથી વખત લોક વિરોધનો જુવાળ જોવા મળ્યો હતો. અનંત પટેલ અને સ્થાનિકોએ વાપી મહાનગરપાલિકામાં ચેતવણી આપી છે કે, જો ગ્રામજનો સાથે વાટાઘાટો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે.

અનંત પટેલનું કહેવું હતું કે વાપી મહાનગરપાલિકાના હોદ્દેદારો મનમાની કરી લોકોને ત્રાહિત કરી રહ્યા છે જે ખોટું છે. સત્તાનો દૂરપયોગ થઈ રહ્યો છે. લોકોના સેવા માટે કામ કરવું જોઈએ. 11 ગામના લોકોને આવી રીતે હેરાન કરવું યોગી નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here