આંકલાવ: આંકલાવ તાલુકાના કહાનવાળી ગામની 237 વીઘા જમીન રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળને આપી દેવામાં આવી છે. આ મુદ્દે ગ્રામજનોએ 10મી માર્ચના રોજ આયોજીત ખાસ ગ્રામસભામાં રાજકોટ સ્વામીનારયાણ ગુરૂકુળને જમીન નહીં આપવાનો બહુમતીથી ઠરાવ કર્યો હતો અને ત્યાગ વલ્લભ સ્વામીના પૂતળાનું દહન કરીને સાંસદ સામે આકરા પ્રહારો કર્યાં હતા.
Decision news ને મળતી માહિતી મુજબ કહાનવાળીના ગ્રામજનો 10મી માર્ચના રોજ આયોજીત ગ્રામસભામાં માત્ર કલેક્ટર, ડીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓને જ બોલાવવાનું નક્કી કરાયું હતું.જોકે સોમવારે આયોજીત ગ્રામસભા ખાતે કોઈ સરકારી અધિકારીઓ ઉપસ્થિત નહીં. જોકે ગ્રામજનોએ પોતાના નૃિય સમય મુજબ ગ્રામસભા કાર્યક્રમ યથાવત રાખ્યો હતો. જેમાં જમીન મામલો વધુ ઉગ્ર બનવા પામ્યો હતો. કહાનવાળીના ગ્રામજનો વધુ આક્રમકતા સાથે જમીન બાબતે કોઈપણ સ્થિતિમાં લડત આપવાનો નિર્ધાર કર્યો હતો. જમીન સ્વામીનારાયણ ગુરુકુળ માટે ફાળવવાના નિર્ણયનો ખૂબ જ વિરોધ કરાયો હતો.
ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું દહન કરીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો તેમજ ઉપસ્થિત તમામ ગ્રામજનોએ સહી ઝુંબેશ સાથે ઠરાવ કરીને જમીન બાબતે ફેર વિચાર કરીને નિર્ણય રદ્દ કરવાની માંગણી કરી છે. આંકલાવ તાલુકાના કહાનવાળી ગ્રામ પંચાયત પાસે યોજાયેલી ગ્રામસભામાં આગેવાનોએ જણાવ્યું હતું કે, આખા ગામને અંધારામાં રાખીને 237 વીઘા જમીન રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળને આપી દેવામાં આવી છે. શિક્ષણના હેતુનું નામ આગળ ધરીને જમીનનું મોટું કૌભાંડ કરવામાં આવેલું છે. હાલ આંકલાવ તાલુકાના કેટલાય ગામોએ આ આંદોલનમાં સહકાર આપવાની સહમતી દર્શાવી છે. ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમારી જીવાદોરી સમાન કીમતી જમીનને કોઈપણ ભોગે રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુળને આપવાના નથી.અમે અમારો જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. 10મી માર્ચના રોજ ગ્રામસભા બોલાવવામાં આવી છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં ગ્રામસભામાં જમીન રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુળને નહીં આપવાનો સંપૂર્ણ બહુમતીથી ઠરાવ કરવામાં આવ્યો છે.
અમારા ગામ માટે અમે વધુ ઉગ્ર આંદોલન કરવાના છીએ અને હવે રાજકારણની કોઈપણ દખલ અમે સહન કરવાના નથી અને ગ્રામજનો પણ રાજકીય દખલને ચલાવી નહીં લે, સમય આવે પરચો પણ બતાવાશે. ત્યારે આગામી સમયમાં આ જમીનનો નિર્ણય નહીં આવે તો તાલુકા તેમજ જીલ્લા લેવલે પણ આંદોલન થઈ શકે છે?કહાનવાળી ગામની 237 વીઘા સરકારી જમની સ્વામીનારાયણ ગુરૂકુળને ફાળવી દેવાના વિરોધમાં કહાનવાળી ખાતે ગ્રામસભા યોજાઈ હતી. જોકે આ સભામાં કોઈ સરકારી અધિકારી હાજર રહ્યા ન હતા. આ ગ્રામસભામાં આંકલાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ભાજપ અગ્રણી ગુલાબસિંહ પઢિયારે સાંસદ મિતેશ પટેલ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, કહાનવાળી ગામની જમીન સ્વામીનારાયણ ગુરૂકુળને આપવા માટે સાંસદ મિતેશ પટેલે મને અંધારામાં રાખીને ભલામણ કરી હતી. આ જમીન સ્વામીનારાયણ ગુરૂકળને આપવા સામે તેઓએ વીરોધ કર્યો હતો અને આ જમીન પર સરકાર જીઆઈડીસી બનાવે તે માટે ભલામણ કરી હતી.

