ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુલ રૂપિયા 5.74 લાખનો મુદ્દામાલ કબજે લઇને એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામે એક સોસાયટીના બંધ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા 5,74,800/-નો જથ્થો ઝડપી લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી આગામી હોળી ધુળેટીના તહેવારને લઇને જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,  તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળેલ કે ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામે રહેતા અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઇ વસાવાએ નાનાસાંજા ગામે આવેલ અનુપમનગર-૦૨ સોસાયટીમાં એક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે.

એલસીબીની ટીમે નાનાસાંજા ગામે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરીને ઘરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ- 3338 કિંમત રૂપિયા 5,74,800/- નો જથ્થો ઝડપી લીધો હતો અને આ ગુના હેઠળ અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઇ વસાવા રહે. નાનાસાંજા તા.ઝઘડિયા જિ. ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને ઝઘડિયા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here