ધરમપુર: બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના બે હજાર કાર્યકરોની વચ્ચે કોઈની પણ શેહશરમ રાખ્યા સિવાય નિખાલસ પણે સ્વીકાર્યું કે કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક ગદ્દારો સામેલ છે. રાહુલનો ઈશારો સ્પષ્ટ હતો. કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરતા અને સેટિંગ પાર પાડતા નેતાઓથી રાહુલ ગાંધી ખૂબ અપસેટ છે.
રાહુલે નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને સિનિયર નેતાઓની વાત સાંભળી કહ્યું કે આ ગદ્દારોને પાર્ટીમાંથી હાંકી કાઢવા પડશે. ટૂંકમાં વાત એ કરવી છે કે શું રાહુલ ગાંધીના આ આકરા વલણો દક્ષિણ ગુજરાતનાં વલસાડ જિલ્લા માટે પણ પડશે ? શું વલસાડ જિલ્લાના કોંગ્રેસના વડીલ નેતાઓ જેઇ કોંગ્રેસને કોરીને ખાઈ ખાઈ ભાજપ માટે ગુપ્ત રીતે કામગીરી કરી રહ્યા છે. જેઇ લોકોને મૂર્ખ સમજે છે. પોતાની રૂપિયાની પેઢી બનાવવા બેઠા છે. લોક કલ્યાણ માટે જેને કઈજ પડી નથી માત્ર કોંગ્રેસનાં સારા સારા હોદ્દાઓ લઈ ઊભરતા નવા કોંગ્રેસનાં યુવા નેતૃત્વને ઊભા નથી દેતા.. એવા દોગલા નેતાઓ ક્યારે દૂર કરશે રાહુલ ગાંધી..
આ નેતાઓના નામ આપવાની જરૂર મને નથી લાગતી.. લોકો સમજી જ જશે મને વિશ્વાસ છે ! વલસાડ-ડાંગ કોંગ્રેસનાં સ્થાનિક કાર્યકર્તાઓ કહે છે કે, રાહુલજીનું નિદાન સાચું છે પણ ઉપચાર ક્યારે ? ગદ્દારો કોણ છે એ તો પાર્ટીમાં સૌને ખબર જ છે. જો રાહુલ ગાંધીએ આ વાતને ગંભીરતાથી લીધી હોય તો વલસાડ-ડાંગ કોંગ્રેસમાં ધરખમ ફેરફાર આવશે અન્યથા ઘીના ઠામ ઘી પડશે.

