વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ધરતીપુત્રો (ખેડૂતો) દ્વારા શ્રી જે. એન. પટેલ જે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા કચેરી વાંસદા શ્રી જે. એન. પટેલને 8 કલાકની વીજળીમાં વારંવાર આપવામાં આવતો કાપને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision news ને મળેલી ફરિયાદ મુજબ ઉપરોક્ત વિષયના અનુશધાનમાં પેટા કચેરી વાંસદા ને જાણ કરવામાં આવે છે. તે 8 (આઠ) કલાકમાં વારંવાર 10 થી 15 મિનિટે કાપ આપવામાં આવે છે. જે બાબતે ફોનથી મોખિક જાણ કરવા છતાં કોઈ સુધારો કરેલ નથી જેથી મોટર બળી ગયેલ છે ઊભો પાક બળી ગયેલ છે. અને પારાવાર નુકશાન થયેલ છે. જેની જાણ કચેરીને કરેલ છતાં કોઈ સુધારો કરેલ નથી તે ‘ હવે પદવી અમો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ધારણા પ્રદશન કરવા મજબૂર કરશો નહી જેની નોંધ લેવી તાત્કાલીક ધોરણે પાવર સુધારો કરવા અરજ કરવામાં આવી છે.
આ ફરિયાદમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની પેટા વિભાગ વર્તુળ વઘઇ અને દક્ષિણ ગુજરાત વિજ કંપની મુખ્ય કચેરી નવસારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે વીજ કંપનીના અધિકારીઓની લાલલિયાવાડી ખૂબ વધી ગઈ છે. પણ જો અમારી માંગણી થોડા દિવસોમાં સંતોષવામાં ન આવી તો અમે આંદોલનનો માર્ગ અપનાવીશું.

