ધરમપુર: વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે, દીપ વિચારક ચેરિટેબલ ટ્રસ્ટ બારોલીયા, દિવાળીબેન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી, લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા, સંવાદ ચેરિટેબલ ટ્રસ્ટ, ધરમપુર તેમજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ મહિલા બાળવિકાસ અધિકારીની કચેરી વલસાડથી શ્રી, જીજ્ઞેશભાઈ, સખી વન સ્ટોપમાંથી શ્રીમતિ, સ્નેહાલીબેન, લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી પ્રો.આશાબેન ગોહિલ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાંથી પ્રજ્ઞેશભાઈ, સંવાદ ચેરિટેબલ ટ્રસ્ટ બારોલીયા માંથી શ્રીમતિ, યોગીનીબેન, દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી માંથી ધરમપુર તાલુકાનાં સંયોજક શ્રી, વિમલભાઈ, દિવાળીબેન ટ્રસ્ટ ધરમપુર ક્ષેત્રોનાં જ્યોતિર્ધર મિત્રો, સિવણવર્ગ અને પાર્લરનાં પ્રશિક્ષિકા બહેનો, તેમજ સિવણ વર્ગ અને પાર્લર વર્ગનાં તાલીમાર્થી બહેનો આ કાર્યક્રમમાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો.

કાર્યક્રમમાં મહિલા બાળવિકાસની કચેરીમાંથી આવેલ જીજ્ઞેશભાઈ દ્વારા મહિલાઓને લઈને કેટલીક યોજનાઓ વિશે માહિતગાર કર્યા, જેમાં જન્મ, મરણ અને લગ્ન નોંધણી વિશે માહિતી આપી, તેમજ ગંગાસ્વરૂપ, વ્હાલી દીકરી, કુંવરબાઈનું મામેરું, ગંગાસ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાઓ વિશે માહિતગાર કર્યા, સખી વન સ્ટોપમાંથી પધારેલ સ્નેહાલી બેન દ્વારા પણ મહિલાઓને લઈને ઉદભવતા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સારી એવી માહિતી આપી, જેમ કે ઘરેલુ હિંસા, છેતરપિંડી, બ્લેક-મેઈલ જેવી બાબતોની માહિતી આપી, અને 181 તેમજ 100 નંબર વિશે માહિતગાર કર્યા. તેમજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરમાંથી ઉપસ્થિતિ પ્રજ્ઞેશભાઈ દ્વારા પણ આ વર્ષનાં મહિલા દિવસની થીમ અને મહિલાઓને પગભર થવાની કેટલીક માહિતી આપવામાં આવી, તેમજ સંવાદ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી ઉપસ્થિત યોગીનીબેન દ્વારા પણ કેટલીક યોજનાઓ અને મહિલાઓ પર થતી ઘરેલુ હિંસાઓનું નિરાકરણ માટે માહિતી આપી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here