ગતરોજ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાંડાભેડા ગામે ઝઘડિયા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ માન.શ્રી છોટુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને વિવિધ આદિવાસી સંગઠનોની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આવનાર સમયમાં તમામ સંગઠનો એક મંચ પર આવી સમાજના વિવિધ મુદ્દાઓ માટે સાથે લડત ચલાવશે. આ મિટિંગમાં આદિવાસી ટાઇગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.પ્રફુલભાઈ વસાવા, ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવા, ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપભાઈ છોટુભાઈ વસાવા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશભાઈ રમેશભાઈ ચૌધરી, નર્મદા જીલ્લા પ્રમુખ બાહદુરભાઇ વસાવા, ભરૂચ જિલ્લાના પ્રમૂખ અશ્વિનભાઇ પટેલ,તાપી જિલ્લા પ્રમુખ સમીર ભાઇ નાઈક, નર્મદા જીલ્લા માંથી સામાજિક આગેવાન રાજેશભાઇ વસાવા, મહેશભાઈ વસાવા,વડોદરા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સુરત જિલ્લા પ્રમુખ સતિષભાઈ ગામીત, ડાંગ જિલ્લા પ્રમુખ નિલેશભાઈ ઝામરે, નવસારી જિલ્લા પ્રમુખ મુકેશભાઈ નાયકા , ભરતભાઈ ડાભી કરજણ તાલુકા આગેવાન અને અન્ય આગેવાનો હાજર રહ્યા આ તમામ હાજર લોકોએ સંગઠિત થઈ આદિવાસી સમાજની હકની લડાઈ લડવાની તૈયારી બતાવી અને આવનાર સમયમાં મોટું આંદોલન કરવાની ખાતરી આપી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here