નેત્રંગ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ ભાગોયા ડેમમાંથી જમણો કેનાલ વિસ્તાર સુધી પૂરતું પાણી પહોંચતું નથી, જેના કારણે ગુંદિયા અને પેટિયા ગામના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સિંચાઈ માટે જરૂરી પાણી સમયસર ન મળવાના કારણે ખેડૂતોના ઘઉં, બાજરી અને મક્કાઈ જેવા પાક સુકાઈ ગયા છે, જેનાથી ઉભા પાકને ભારે નુકસાન થયું છે.
Decision news સાથે અંગે વાત કરતાં ખેડૂતોએ મંડળી ના પ્રમુખ પુનિયાભાઈ સીતાભાઈ વસાવા સહીત અન્ય જવાબદાર અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ તેમ છતાં કોઈ સમાધાન થયું નથી. ખેડૂત સુનિલભાઈ, ગીરીશભાઈ, નિરંજનભાઈ, સોમાભાઈ, ભારતભાઈ, દલુભાઈ અને ચંદુભાઈ સહીત અનેક ખેડૂતોની ખેતરમાં ઊભા પાક પર પાણી ન મળવાના કારણે પાકને મોટું નુક્સાન ભીતી સેવાઈ રહી છે તબાહ થવાનો વારો આવી શકે તેમ છે.
ખેડૂતોના આ ગંભીર પ્રશ્ને સિંચાઈ વિભાગ કે સરકારી તંત્ર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. જો પાણી છોડવામાં નહીં આવે, તો પાકનું નુકસાનની કોણ ભરપાઈ કરશે? ખેડૂત મંડળી કે સિંચાઈ વિભાગ ભરપાઈ કરશે તેવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. જેના કારણે ખેડૂત મંડળી માટે નવી આગેવાનીની માંગ ઉઠી.. ખેડૂતોનું કહેવું છે કે જો હાલના ખેડૂત મંડળી પ્રમુખ અને અધિકારીઓ તેમના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી, તો નવું નેતૃત્વ આવવું જોઈએ. ખેડૂતોએ નવી સિંચાઈ મંડળીના પ્રમુખની માંગણી કરી છે, જેથી અવગણનાના બદલે કાર્યક્ષમ સિંચાઈ વ્યવસ્થા ઉભી થાય.
સરકાર અને સ્થાનિક તંત્ર તરત કાર્યવાહી કરે નહીં તો આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો અગાઉથી જ ખેડૂતોએ વાવેતર કર્યું હોવા છતાં પાણી નહિ મળે અને તેમની પરિસ્થિતિ સુધરશે નહીં, તો તેઓ આંદોલન કરવા માટે મજબૂર બનશે. સરકાર અને સિંચાઈ વિભાગે તાત્કાલિક આ મુદ્દા પર કાર્યવાહી કરવામાં નહિ આવે તો ખેડૂતો દ્વારા શાંતિપૂર્ણ આંદોલન થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે

