‘હેપ્પી વુમન્સ ડે’ આવું તમે જે પણ કોઈ મહિલા આજે મળી હશે તેને કીધું હશે.આપણે આજના દિવસે વિષ તો કરી દીધું પણ શું તમને લાગે છે કે એક મહિલા માટે આટલું જ કાફી છે….અપને મહિલાએ પ્રસિદ્ધિ મેળવી,પુરુષ સમોવડી થઇ તે બધું તો જાણીએ છીએ પરંતુ આજે અમુક મહિલાનો શ્વાસ ઘૂંટાઈ ગયો છે, તે અવારનવાર કેટકેટલીય હિંસાનો ભોગ બને છે શું તમે તેનાથી વાકેફ છો..
રાજ્યમાં પ્રતિદિન 443 મહિલાઓ કોઈને કોઈ હિંસાનો ભોગ બને છે.ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને હક માટે અભયમ હેલ્પલાઈનમાં દસ વર્ષમાં હિંસાનો ભોગ બનેલી 16.16 લાખ મહિલાઓએ મદદ લીધી છે. એટલેકે રાજ્યમાં પ્રતિદિન 443 મહિલાઓ કોઈને કોઈ હિંસાનો ભોગ બને છે. જેમાં સૌથી વધુ પીડિતાઓ ઘરેલું હિંસાનો ભોગ બની છે. મહિલાઓ સાથે થતી હિંસા અટકાવવા વર્ષ 2015માં ગુજરાતમાં શરૂ કરાયેલી 181 અભયમ હેલ્પલાઈનને દસ વર્ષ પૂર્ણ થયા છે.
181 અભયમ હેલ્પલાઈનને દસ વર્ષ પૂરા થયા મહિલાઓ સાથે થતી હિંસા અટકાવવા વર્ષ 2015માં ગુજરાતમાં શરૂ કરાયેલી 181 અભયમ હેલ્પલાઈનને દસ વર્ષ પૂરા થતાં અત્યાર સુધીમાં ભોગ બનેલી કુલ 16,16,844 પીડિતાઓએ તેની મદદ લીધી છે. એટલે કે, રાજ્યમાં પ્રતિકલાકે 18 મહિલાઓ સાથે કોઈના કોઈ પ્રકારે હિંસા થાય છે.જેમાં સૌથી વધુ ઘરેલું હિંસા તેમજ પતિના લગ્નેત્તર સંબંધોથી કંટાળેલી મહિલા છે. હેલ્પલાઈન દ્વારા 3.24 પીડિતાના ઘરે પહોંચી તેમના સવાલો ઉકેલવામાં આવ્યા હતાં. તેમજ 99 હજાર જેટલી પીડિતાનો ગંભીર પરિસ્થિતિઓમાંથી બચાવ કરાયો હતો.
આજના ફાઈવ-જીના જમાનામાં ઈન્ટરનેટના લોકોના જીવનમાં મહત્તવની ભૂમિકા ભજવે છે, ખાસ કરીને લોકોમાં સોશિયલ મીડિયાની ઘેલી છે. જે કેટલીક વખત મહિલાઓ, યુવતીઓ અને સગીરાઓને મુસીબતમાં ધકેલે છે. ત્યારે આ બધા જ અકળાઓ વાંચીને શું હજુ પણ તમે હેપ્પી વુમન્સ ડે કહીને સંતોષ માની લેશો!!..

