વલસાડ: વાપીના ડુંગરી ફળિયામાં આવેલ ઉસ્માનિયા કંપાઉન્ડમાં ભીષણ આગની ઘટના 15 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ તમામ ગોડાઉનમા કેમિકલ યુક્ત પદાર્થ હોવાથી આગ બેકાબુ બની 7 થી વધુ ફાયર ની ટિમ ઘટના સ્થળે પોહચી હતી

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના વાપી વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી.વાપીના ડુંગરી ફળિયામાં આવેલ ઉસ્માનિયા કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી હતી. જે આગની ઘટનામાં 15  થી વધુ ભંગારના ગોદામો બળીને ખાખ થયા હોવાની માહિતી મળી છે. વાપી વિસ્તારમાં ઉસ્માનિયા કંપાઉન્ડમાં ભીષણ આગ, 15 ભંગારના ગોડાઉન આગને કાબુમાં લેવા માટે 10 ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ 4 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સમગ્ર ઘટના પ્રાપ્ત વિગત અનુસાર વાપીના કરવડ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક ગોડાઉનમાં શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુના 15 ગોડાઉનો સુધી ફેલાઈ ગઈ હતી. આગની જાણ થતાં જ વાપી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગનું સ્વરૂપ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો, જેના પગલે આજુબાજુના વિસ્તારમાંથી 7 થી વધુ ફાયર ફાઇટરની ટીમોને બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here