ભરૂચ: ભરૂચ શહેરના એક વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતી સગીરાને યુવકે ભગાડી લઇ જઇ રાજકોટ અને મોરબી લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ જે અંગે પોલીસે બંનેને શોધી કાઢી બળાત્કાર અને પોકસોના ગુના હેઠળ બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવવા અંગે કવાયત હાથ ધરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ  ફરિયાદીના પત્ની બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તે સમયે તા.2 માર્ચના રોજ ઘરેથી સગીરા ગુમ થઇ હોવાની જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જ્યારે ફરિયાદીએ સગા સંબંધીને ત્યા પણ તપાસ કરી પરંતુ સગીરા મળી આવી ન હતી.જયારે વધુ તપાસ કરતા અલ્પેશ ધીરૂભાઈ ચારોલીયા ઉંમર વર્ષ 25 પણ ઘરમાંથી ગુમ હતો.

તે ભગાડી ગયા હોવાની શંકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે સગીરાને ભગાડી જનારની શોધખોળ કરતા બંને રાજકોટ મોરબીથી મળી આવ્યા હતા.સગીરા સાથે અલ્પેશ ચારોલીયાએ દુષ્કર્મ આચર્યું હોવાની પ્રાથમિક માહિતી મળતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ,પોકસો અને એટ્રોસિટીની કલમનો ઉમેરો કરવા સાથે બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરવામાં આવી છે.