રાજપીપળા: રાજપીપળાના કેળાના વેપારીએ બે દિવસ પહેલાં પોઇચા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી દીધું હતું. પોલીસની તપાસમાં વેપારીએ નદીમાં ઝંપલાવતાં પહેલાં પુત્રીને દગો કરી રૂપિયાની બાબતે મિત્રોએ દગો કર્યો હોવાની વાત વિડિયો કોલ કરીને કહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. નદીમાં કૂદતા પહેલાં તેમણે દીકરીને વિડીયો કોલ કરી તેની સાથે વાત કરી હતી અને દીકરા તથા દીકરીના ખાતામાં ગુગલ પે થી પૈસા પણ નાખી આપ્યાં હતાં. રાજપીપળાની ચંદ્રવિલા સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષીય પ્રભુદ્ર સાવલિયાએ પોઇચા નજીક રંગ સેતુ પુલ પરથી નમર્દા નદીમાં કૂદકો મારી દેતાં પરિવારના સભ્યો ચિંતિત થયા છે. બે દિવસ બાદ પણ તેમનો કોઇ પતો લાગ્યો નથી. બ્રિજ પરથી પોલીસને વેપારીનું બાઇક મળી આવ્યું હતું.
મૃતકની દીકરી દીપાલીએ જણાવ્યું હતું કે, પિતાએ ત્રણ મિત્રોને રૂપિયા આપી મદદ કરી પણ રૂપિયા પરત ના આવતા આર્થિક ભીસ જિંદગીથી કંટાળીને નર્મદા નદીમાં ઝંપલાવી દીધું છે. બાઇક લઈને રંગસેતુ બ્રિજ પર પહોંચ્યા એટલે પહેલા તેમણે દીકરીને વિડિયો કોલ પર કહ્યું હતું કે બેટા છેલ્લી વાર તારું મોઢું જોવા ફોન કરું છું, મારે હવે નથી જીવવું, આટલું કહી ચાલુ વિડિયો કોલ પર પિતાએ નમર્દા નદીમાં કુદકો માર્યો હતો. ઘરનો ખર્ચ કેવી રીતે કાઢીશ તેમ પપ્પાએ કહ્યું હતું મારા પપ્પાએ એમના 3 મિત્રોને મિત્રતામા ઉછીના પૈસા આપ્યાહતા. તેઓ પૈસા પરત ન કરતા હોવાથી મારા પપ્પા ટેન્શનમાં હતા, એટલે ટેન્શનમાં જ મારા પપ્પાએ આ પગલું ભર્યું છે.
ecision News ને મળેલી માહિતી મુજબ મૃતકની દીકરી દીપાલીએ જણાવ્યું કે પપ્પા 4 તારીખે જ ઘરેથી એમ કહીને નીકળી ગયા હતા કે જ્યાં સુધી એ લોકો મારા પૈસા પરત નહી આપે ત્યાં સુધી હું ઘરે નહીં આવું.મારા પપ્પાએ નમર્દા નદીમાં કૂદકો માર્યો એ પેહલા સુરત ખાતે એમ.એ કરી રહેલી મારી બહેન 22 વર્ષીય દિપાલીને બપોરે 1:19 વાગે અને 1:20 વાગે વોટસ એપ પર વીડિયો કોલ કર્યો હતો.જેથી મારી બહેનનો ઘરે ફોન આવ્યો કે પપ્પા મને કેમ ફોન કર્યો કરે છે ત્યારે અમે એને કહ્યું કે એ ઘરેથી જતા રહ્યા છે. તું એમને સામેથી ફોન કર.એ બાદ મારી બહેન દિપાલીએ મારા પપ્પાને 1:20 વાગે વિડિયો કોલ કર્યો ત્યારે મારા પપ્પાએ દિપાલીને પણ કહ્યું કે મારી પાસે હવે પૈસા નથી, મારા મિત્રો મારા પૈસા આપતા નથી.એટલે હું તને કેવી રીતે આગળ ભણાવીશ, ઘર ખર્ચ કેવી રીતે કાઢીશ, હવે મારે જીવવું નથી, છેલ્લી વાર તારું મોઢું જોવા ફોન કર્યો છે.એવું વિડિયો કોલ પર કહી મોબાઈલ પાછળ ફેંકી દઈ નદીમાં કૂદી ગયા હતા. વીડિયો કોલ કટ થયા બાદ મારી બહેને મારા પપ્પાને ફરીથી વીડિયો કોલ કર્યો પણ પપ્પાએ રીસીવ ન કરતા મારી બહેને ઘરે ફોન કરી આ બાબતે જાણ કરી અમે તુરત ત્યાં પહોંચ્યા હતા.પપ્પાએ પુલ પરથી જ ગુગલ પે થી મારા એકાઉન્ટમાં 34 હજાર રૂપિયા અને મારી બહેન દિપાલીના એકાઉન્ટમાં 45 હજાર રૂપિયા જમાં કરાવ્યા હતા.અમારી માંગ છે કે મારા પપ્પાના લીધેલ પૈસા પાછા મળે અને જેમને લીધે એમણે આ પગલું ભર્યું છે એમને કડક સજા થવી જોઇએ

