વલસાડ: વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાના નવા પ્રમુખોની ચૂંટણી માટે બુધવારે ત્રણે પ્રમુખો અને ઉપપ્રમુખો પ્રક્રિયા હાથ ધરાઇ હતી. માછી સમાજના ઓબીસી વર્ગના મહિલા સભ્ય માલતી ટંડેલ, પારડીમાં ચેતન નાયકા અને ધરમપુર પાલિકામાં મયંક મોદી પ્રમુખપદે અઢી વર્ષની મુદ્દત માટે બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતાં.

ગતરોજ Decision news ને મળેલી જાણકારી મુજબ વલસાડ, પારડી, ધરમપુર પાલિકાના નવા પ્રમુખો અને ઉપપ્રમુખોની ચૂંટણી યોજાઇ. જેમાં પાલિકાના સભાખંડમાં બપોરે એસડીએમ મહિલા આઇએએસ અધિકારી પરમજિત કૌરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા પ્રમુખ પદ માટે વોર્ડ નં.10 માંથી ઓબીસી અનામત બેઠક પર ચૂંટાયેલા મહિલા માલતીબેન ટંડેલ બિનહરીફ તથા ઉપપ્રમુખપદે વોર્ડ નં.3 ઉપરથી ચૂંટાયેલા આયુતોષ મિશ્રા પણ બિનહરીફ જાહેર કરાયા હતાં. જિલ્લા ઉપપ્રમુખ નિખિલ ચોકસી, જિ.મહામંત્રી શિલ્પેશ દેસાઇ, કમલેશ પટેલ, શહેર પ્રમુખ દિવ્યાંગ ભગત સહિત સંગઠનના સભ્યો, ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા.કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નં.8માંથી બિનહરીફ ચૂંટાયેલા આશિષ દેસાઇને સાંસદ ધવલ પટેલે ઘોષિત કર્યા હતા. આ જ્યારે શાસક પક્ષના નેતા પદે વોર્ડ નં.9ના સભ્ય અલકાબેન દેસાઈ અને વોર્ડ નં.7ના મહિલા સભ્ય રીટા નાયકાને વલસાડ નગર પાલિકાના દંડક તરીકે જાહેર કરાયા હતા.

વલસાડમાં દરેક વખતે માછી સમાજને પ્રાધાન્ય મળતું નથી. જેને લઈને વલસાડમાં ગૌરી રાણા અને જેસ્ટિકા પટેલની સ્પર્ધા વચ્ચે કોઇ વિવાદવમળને કન્ટ્રોલ કરવાની જરૂરિયાત સાથે માછી સમાજની લાગણીને પણ ધ્યાને લઇ માલતી ટંડેલને પ્રમુખપદે બેસાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પારડી પાલિકાના પ્રથમ અઢી વર્ષના ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી નિરવ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. ભાજપ સંગઠને પ્રમુખપદ માટે વોર્ડ નં-6 ના ચૂંટાયેલા સભ્ય ચેતન સુરેશભાઈ નાયકા જયારે ઉપપ્રમુખ પદે માજી પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન રાજન ભટ્ટના નામની જાહેરાત થઇ હતી. અન્ય કોઇએ ઉમેદવારી ન નોંધાવતાં પ્રમુખ-ઉપપ્રમુખને બિનહરિફ જાહેર કરાયા હતાં. કારોબારી ચેરમેન ચેતન ભંડારી, શાસક પક્ષના નેતા નેહાબેન ભંડારી અને દંડક યતીન પ્રજાપતિ ભાજપ સંગઠને જાહેર થયા હતાં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here