માંડવી: આજરોજ માંડવી તાલુકામાં દીપડા રેસ્ક્યુ સેન્ટર–અભયારણ્યનું કાર્ય શરૂ કરતા તેના વિરોધમાં રેગામા ગામમાં આજુબાજુના ગામોના લોકો અને આગેવાનોની એક વિશેષ બેઠક મળી હતી જેમાં વન વિભાગ અને પોલીસતંત્રના અધિકારીઓ પણ આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં ગ્રામજનો અને આગેવાનો દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે રેગામાં ગ્રામ પંચાયતની સત્તા અંતર્ગત આવતી જમીનમાં પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ ઉભુ કર્યું છે જે બાબતે પૂછતા કોઇ લેખિત પરવાનગી બતાવવામાં આવેલ નહિ તદુપરાંત આ યોજનાની વિગત અને યોજના અંગે સવાલો પૂછતા પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય ઉત્તર આપવામાં આવ્યો નહીં સભામાં પોહચેલ સક્ષમ અધિકારીઓ દ્વારા કોઈ લેખિત બાહેંધરી આપવાની વાત પણ કરવામાં આવી નહીં આ ગેરબંધારણીય બાંધકામ અને યોજનાની ચોક્કસ માહિતી અધિકારીઓ પાસે પણ ના હોય સમગ્ર માંડવી તાલુકામાં રોષ જોવા મળ્યો છે
ભૂતકાળમાં પણ આવી ઘણી યોજનાઓ થકી આદિવાસીને છેતરી તેમને જમીન વિહોણાં કરવામાં આવેલ છે જેથી હવે આદિવાસી સમાજ જાગૃત થઈ માંડવી તાલુકાની દરેક ગ્રામસભાઓને મજબૂત કરશે તેમજ બંધારણમાં આપેલ અધિકારોને લાગુ કરી પોતાના સમાજ અને આવનારી પેઢીનું રક્ષણ કરશે.

