માંડવી: ગુજરાતના ઘણા એવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકો તેમજ અન્ય શિક્ષણ પ્રદાન કરતી એવી શૈક્ષણિક સંસ્થાઓને મદદરૂપ રૂપે આગળ આવતા હોય છે ત્યારે વાલોડ તાલુકાના અમર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ઘણા સમયથી અભ્યાસ કરતા બાળકો માટે જરૂરી મદદ પ્રદાન કરતું હોય છે.જેના ભાગરૂપે માતૃછાયા અનાથ આશ્રમ માંડવી ત્થા સરસ્વતી કન્યા છાત્રાલય કલમકુઇ ખાતે પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ અનાજ કરીયાણાની મદદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ નિરાધાર બાળકોની સેવા કરી માનવતાની મહેંક પ્રસરાવી છે. વિદેશ કેલિફોર્નિયામાં તુલારી ગણપતિ ઉત્સવ ઉજવી ભેગી થયેલી રકમ દર વર્ષે વતનના નિરાધારો બાળકોને અર્પણ કરે છે.અને પોતાના વતનમાં લોકોને મદદ રૂપ બને છે
Decision News ને મળેલી જાણકારી મુજબ આ વર્ષે પણ આહવા, ડાંગ, સુબીર, નર્મદા જિલ્લાના અભ્યાસ કરતા બાળકો માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે અનાજ કરિયાણાની મદદ આપવામાં આવી હતી. આ પ્રસંગે તુલારી ગણપતિ ઉત્સવ મંડળના સભ્ય રમણભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી. આ કરુણ દાયી સેવાના કારણે આશ્રમના સર્વ પરિવારજનો દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.ગુજરાતના ઘણા એવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકો તેમજ અન્ય શિક્ષણ પ્રદાન કરતી એવી શૈક્ષણિક સંસ્થાઓને મદદરૂપ રૂપે આગળ આવતા હોય છે ત્યારે વાલોડ તાલુકાના અમર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ઘણા સમયથી અભ્યાસ કરતા બાળકો માટે જરૂરી મદદ પ્રદાન કરતું હોય છે.
જેના ભાગરૂપે માતૃછાયા અનાથ આશ્રમ માંડવી ત્થા સરસ્વતી કન્યા છાત્રાલય કલમકુઇ ખાતે પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ અનાજ કરીયાણાની મદદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ નિરાધાર બાળકોની સેવા કરી માનવતાની મહેંક પ્રસરાવી છે. વિદેશ કેલિફોર્નિયામાં તુલારી ગણપતિ ઉત્સવ ઉજવી ભેગી થયેલી રકમ દર વર્ષે વતનના નિરાધારો બાળકોને અર્પણ કરે છે.અને પોતાના વતનમાં લોકોને મદદ રૂપ બને છે આ વર્ષે પણ આહવા,ડાંગ,સુબીર,નર્મદા જિલ્લાના અભ્યાસ કરતા બાળકો માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે અનાજ કરિયાણાની મદદ આપવામાં આવી હતી. આ પ્રસંગે તુલારી ગણપતિ ઉત્સવ મંડળના સભ્ય રમણભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી. આ કરુણ દાયી સેવાના કારણે આશ્રમના સર્વ પરિવારજનો દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.

